Home /News /national-international /Breaking: આંધ્રપ્રદેશના નિલોરમાં ચંદ્રબાબુના રોડ શોમાં નાસભાગ, 7ના મોત, 6 ઈજાગ્રસ્ત

Breaking: આંધ્રપ્રદેશના નિલોરમાં ચંદ્રબાબુના રોડ શોમાં નાસભાગ, 7ના મોત, 6 ઈજાગ્રસ્ત

આંધ્રપ્રદેશના નિલોર જિલ્લામાં ટીડીપી ચીફ એન ચંદ્રબાબુ નાયડુના રોડ શો દરમિયાન સર્જાયેલી નાસભાગના પગલે 7 લોકોના મોત થયા છે.

આંધ્રપ્રદેશના નિલોર જિલ્લામાં ટીડીપી ચીફ એન ચંદ્રબાબુ નાયડુના રોડ શો દરમિયાન સર્જાયેલી નાસભાગના પગલે 7 લોકોના મોત થયા છે. જ્યારે 6 લોકોને ઈજાને પગલે હાલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

    નિલોરઃ આંધ્રપ્રદેશના નિલોર જિલ્લામાં ટીડીપી ચીફ એન ચંદ્રબાબુ નાયડુના રોડ શો દરમિયાન સર્જાયેલી નાસભાગના પગલે 7 લોકોના મોત થયા છે. જ્યારે 6 લોકોને ઈજાને પગલે હાલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. છ મૃતકોની ઓળખ ડી રવિન્દ્રબાબુ, કે યાનાડી, વાય વિજય, કે રાજા, એમ ચિનાકોન્ડૈયા અને પુરુષોત્તમ તરીકે થઈ છે.



    નાયડુ તેમના પક્ષના પ્રચારના ભાગરૂપે જિલ્લાની મુલાકાતે હતા અને તેમના સ્વાગત માટે હજારો સમર્થકો કંડુકુર ખાતે એકઠા થયા હતા. ઘટના બાદ નાયડુ રેડ શો અધવચ્ચે છોડીને હોસ્પિટલ ગયા જ્યાં ઘાયલોને દાખલ કરવામાં આવ્યા છે. તેમણે અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારજનોને 10 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: TDP

    विज्ञापन
    विज्ञापन