સેવાની સરવાણી: કોરોનાગ્રસ્ત પરિવારોના ઘરઆંગણે ભોજન પહોંચાડવા સંસ્થાઓ મેદાને ઉતરી

સેવાની સરવાણી: કોરોનાગ્રસ્ત પરિવારોના ઘરઆંગણે ભોજન પહોંચાડવા સંસ્થાઓ મેદાને ઉતરી
પ્રતિકાત્મક તસવીર

દિલ્હીના યુથ વેલફેર એસો. નામની સ્વૈચ્છિક સંસ્થા દ્વારા ઘરે બનાવેલું ભોજન કોરોના દર્દીઓને પહોંચાડવામાં આવી રહ્યું છે. સાઉથ દિલ્હીમાં અલગ અલગ સ્થળોએ દર્દીનારાયણની સેવા આ સંસ્થા દ્વારા થાય છે.

  • Share this:
નવી દિલ્હીઃ કોરોના મહામારીની (corona pandemice) બીજી લહેરમાં લાખો લોકો સંક્રમિત થયા છે. ઘણા પરિવારો તો એવા છે, જેમાં દરેક સભ્ય કોરોના પોઝિટિવ (corona positive) આવ્યો હોય. ત્યારે તબિયત ખરાબ રહેતા ખાવા-પીવાની વ્યવસ્થા અંગે ચિંતા થવા લાગે છે. આવી સ્થિતિમાં ઘણા સ્થળોએ લોકોને ટિફિન (tiffin) પહોંચાડવાની વ્યવસ્થા કરવા માટે સ્વૈચ્છિક સંસ્થાઓ આગળ આવી છે.

દિલ્હીના યુથ વેલફેર એસો. નામની સ્વૈચ્છિક સંસ્થા દ્વારા ઘરે બનાવેલું ભોજન કોરોના દર્દીઓને પહોંચાડવામાં આવી રહ્યું છે. સાઉથ દિલ્હીમાં અલગ અલગ સ્થળોએ દર્દીનારાયણની સેવા આ સંસ્થા દ્વારા થાય છે.આઇએએનએસને યુથ વેલફેર એસો.ના પ્રમુખ રાઘવ પાલ મંડલે કહ્યું હતું કે, થોડાક દિવસોથી અમારા ધ્યાનમાં આવ્યું હતું કે, ઘણા પરિવારોને કોરોના સંક્રમણ લાગ્યું છે. તમામ સભ્યો કોરોનાના ભરડામાં આવી ગયા છે. પરિવારના કોઈ સભ્ય રસોઈ બનાવવા જેવી હાલતમાં નથી. માટે અમે નક્કી કર્યું કે, ઘરે બનાવેલું ભોજન દર્દીઓને પહોંચાડવું. જ્યાં સુધી તેઓ સાજા ન થઈ જાય ત્યાં સુધી તેમના ઘર આંગણે દરરોજ ભોજન પહોંચાડવામાં આવે છે.

'ઘર કા ખાના, હમારે ઘરસે આપકે ઘર તક'ના હેતુથી એસોસિએશન દ્વારા આ સેવાયજ્ઞ કરવામાં આવ્યો છે. જરૂરિયાતમંદ લોકો સંસ્થાનો સંપર્ક કરે તેવી હાકલ કરાઈ છે.

આ પણ વાંચોઃ-પત્ની-બાળકોની હત્યા કર્યા બાદ ઘરે આવેલી શિક્ષિકાને મારી સાઈકો કિલરે કર્યું સેક્સ, આરોપીએ જણાવ્યું કેમ કરી હત્યાઓ?

આ પણ વાંચોઃ-શૌચ કરવા જતી મહિલાનું અપહરણ કરીને 11 લોકોએ આખી રાત કર્યો ગેંગરેપ, 8 આરોપી કોરોના પોઝિટિવ

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સ્વયં સેવકોના ઘરે ભોજન તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ તેને કોરોના ગ્રસ્ત પરિવાર સુધી પહોંચાડવામાં આવે છે. ગઈ કાલે અમે કોરોનાનું સંક્રમણ ધરાવતા 12 દર્દીઓના ઘરે જમવાનું પહોંચાડ્યું હતું. આ જમવાનું મારા ઘરે તૈયાર થયું હતું. આવી જાય રીતે સંસ્થાના સચિવ અને ખજાનચીના ઘરે પણ જમવાનું તૈયાર થાય છે. અમે ભોજન તૈયાર કરવા માટે અલાયદું રસોડું શરૂ કર્યું નથી. અમે ઘરે જ થોડું વધારે ભોજન બનાવીએ છીએ.

ગ્રીન પાર્ક, સફદરગંજ, લાજપત નગર, ગ્રેટર કૈલાશ, ડિફેન્સ કોલોની સહિતના વિસ્તારોમાં સંસ્થા દ્વારા ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે. સંસ્થાના પ્રમુખે લોકોને મદદ કરવા આગળ આવે તેવી અપીલ પણ કરી છે.

આ પણ વાંચોઃ-અમદાવાદનો ચોંકાવનારો કિસ્સો! પરિણીતા ગર્ભવતી થઈ ત્યારે જ ઘરે આવી પતિની પ્રેમિકા અને પછી...

આ પણ વાંચોઃ-રુંવાડા ઊભા કરી એવી ઘટના! લાચાર પતિ કોરોના સંક્રમિત પત્નીને લઈને ભટકતો રહ્યો, ન મળી સારવાર, દુઃખી પત્ની કરી આત્મહત્યા

વર્તમાન સમયે આસ ફાઉન્ડેશન નામની સંસ્થા પણ કોરોનાના દર્દીઓને ભોજન પહોંચાડવા માટે કાર્યરત છે. આ સંસ્થાનું મૂળ કાર્ય મહિલાઓના આરોગ્ય અને તેમને સશક્ત બનાવવાનું છે. છેલ્લા પંદર દિવસમાં આ સંસ્થાએ 200થી વધુ કોરોના દર્દીઓને ભોજન પૂરું પાડ્યું છે. આસ ફાઉન્ડેશનના પ્રમુખ રેખા ગુપ્તાએ જણાવ્યું હતું કે, પરિવારના તમામ સભ્યોને કોરોના લાગ્યો હોય તેમના માટે અમે હેલ્પલાઇન શરૂ કરી હતી. છેલ્લા 30 દિવસમાં અમે શાલીમાર બાગ વિસ્તારમાં 200થી વધુ દર્દીઓ માટે ભોજન પહોંચાડ્યું હતું.

ઓલ્ડ દિલ્હીના ફતેહપુરી વિસ્તારના ભાજપ અગ્રણી પ્રવીણ શંકર કપૂર અને તેમના મિત્રો અમરનાથ ગુપ્તા, અશ્વની વત્સ અન3 હરિવંશ શર્મા દ્વારા શ્રમિકો માટે શ્રમિક રસોઈ શરૂ કરવામાં આવી છે. તેઓ વિસ્થાપિત શ્રમિકોને વિકેન્ડ કર્ફ્યૂ દરમિયાન ભોજન પૂરું પાડે છે.પ્રવીણ કપૂરે કહ્યું હતું કે, ફતેપુરી વિસ્તારમાં ઘણા વિસ્થાપિત શ્રમિકો રહે છે. શનિ રવિના કર્ફ્યૂ દરમિયાન તેઓને ભોજનમાં કોઈ તકલીફ ન પડે તે માટે અમે રસોડું શરૂ કર્યું છે. અમે અત્યારે આ રસોડું બે દિવસ ચલાવીએ છીએ. જો વધુ જરૂર રહેશે તો લાંબા સમય સુધી રસોડુ ચલાવશું.
Published by:News18 Gujarati
First published:Invalid date

ટૉપ ન્યૂઝ