મહાગઠબંધનની શક્યતાઓને મોટો આંચકો, મધ્ય પ્રદેશમાં BSP એકલું ચૂંટણી લડશે

News18 Gujarati
Updated: December 25, 2018, 7:36 AM IST
મહાગઠબંધનની શક્યતાઓને મોટો આંચકો, મધ્ય પ્રદેશમાં BSP એકલું ચૂંટણી લડશે
બીએસપી સુપ્રીમો માયાવતી (ફાઇલ તસવીર)

માયાવતીની પાર્ટી બીએસપીએ MPમાં તમામ 29 સીટો પર એકલા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: ભાજપની વિરુદ્ધ મહાગઠબંધનની શક્યતાઓ પર મોટો આંચકો લાગ્યો છે. મધ્ય પ્રદેશમાં આગામી લોકસભા ચૂંટણીમાં બહુજન સમાજવાદી પાર્ટી (બીએસપી) એકલા ચૂંટણી લડશે. માયાવતીની પાર્ટી બીએસપીએ તમામ 29 સીટો પર એકલા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. બીએસપીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રામજી ગૌતમે પાર્ટીની એક મહત્વપૂર્ણ બેઠકમાં તેની જાહેરાત કરી.

માયાવતીએ થોડા દિવસો પહેલા મધ્ય પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ કોઈની સાથે ગઠબંધન નહોતું કર્યું. છેલ્લા થોડાક સમયથી મહાગઠબંધનને લઈને પ્રયાસો ચાલી રહ્યા છે. પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્ર એન. ચંદ્રબાબૂ નાયડૂએ મહાગઠબંધનની એક બેઠક દિલ્હીમાં બોલાવી હતી, પરંતુ તેમાં માયાવતી સામેલ નહોતા થયા.

મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018માં બીએસપીને માત્ર બે સીટો પર જીત મળી હતી. ભિંડમાં સંજીવ સિંહ વધુ અંતરથી જીત્યા છે તો બીજી તરફ પથરિયામાં રામબાઈટ ગોવિંદસિંહ 2205 વોટની સરસાઈથી જીત્યા છે. આ વખતના બીએસપીનો વોટ શેર કરીએ તો રાજ્યની તમામ પાર્ટીઓમાં ચોથા નંબરે તેમને વોટ મળ્યા.

આ પણ વાંચો, ચૂંટણી પરિણામઃ શું અખિલેશ-માયાવતીના હાથમાં આવશે MPની ચાવી?

ઉલ્લેખનીય છે કે, એવા અહેવાલો આવી રહ્યા છે કે લોકસભા ચૂંટણી ઉત્તર પ્રદેશમાં પણ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી મળીને લડશે. બંને પાર્ટીઓએ કોંગ્રેસને સાથ નહીં લેવાનો નિર્ણય કર્યો છે. સૂત્રો મુજબ, અંદરોઅંદર ગઠબંધન હેઠળ બીએસપી 38 અને એસપી 37 અને આરએલડી ત્રણ સીટો પર ભાજપની વિરુદ્ધ મોરચો ખોલશે. જોકે, ચૂંટણી પરિણામ આવ્યા બાદ ગઠબંધનની શક્યતા બની રહેશે, જેથી ગઠબંધન કોંગ્રેસના ગઢ અમેઠી અને રાયબરેલીમાં ઉમેદવાર નહીં ઉતારે. સાથોસાથ એસપી પોતાના કોટાની કેટલીક સીટો પણ અન્‍ય નાની પાર્ટીઓ જેવી કે નિષાદ પાર્ટી, પીસ પાર્ટીને આપી શકે છે.
First published: December 24, 2018, 5:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading