ભાજપના 'ચાણક્ય'નું 'કોંગ્રેસ મુક્ત' ભારતનું સપનું ભસ્મીભૂત, મળ્યો ચોથો આંચકો

ભાજપ અધ્યક્ષ અમિત શાહ (ફાઇલ ફોટો)

કોંગ્રેસ મુક્ત ભારતનું સપનું પૂરું કરવા શાહને 5 વર્ષ રાહ જોવી પડશે, કોણે-કોણે ભાજપ અધ્યક્ષના દાવ ઊંધા પાડ્યા?

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: 2019ની લોકસભા ચૂંટણીના થોડાક જ મહિનાઓ પહેલાં મોદી સરકાર માટે સેમિ-ફાઇનલ સમાન પાંચ રાજ્યોની ચૂંટણીમાં પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે. છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં તો ભાજપની ત્રણ ટર્મથી સરકાર હતી. રાજસ્થાનમાં પણ વસુંધરા રાજેની સરકાર હતી. આ ત્રણ રાજ્યોમાં મળેલી કારમી હારના કારણે ભાજપના ચાણક્ય ગણાતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહની રણનીતિ પર સવાલ ઊભા થઈ રહ્યા છે. જોકે, આ પહેલીવાર નથી કે જ્યારે શાહની રણનીત‍િ નિષ્‍ફળ રહી હોય. પરંતુ પહેલા પણ ત્રણ વાર શાહના તમામ એક્શન પ્લાન અને પ્લાનિંગ એમના એમ રહી ગયા હતા. પાંચ રાજ્યોના પરિણામ પહેલા પણ ત્રણ રાજ્યો કર્ણાટક, દિલ્હી અને બિહારે અમિત શાહની ચૂંટણી રણનીતિને ધ્વસ્ત કરી દીધી હતી.

  'કોંગ્રેસ મુક્ત ભારત'નું સપનું પૂરું કરવા શાહને 5 વર્ષ રાહ જોવી પડશે
  અમિત શાહ પોતાની સભાઓમાં અનેકવાર કહેતા હતા કે ભાજપનું સપનું છે કે ભારતને કોંગ્રેસ મુક્ત કરવું. પરંતુ આ ચૂંટણી પરિણામોથી તેમનું આ સપનું ભસ્મીભૂત થઈ ગયું છે. તેમને આ સપનું પૂરું કરવા ફરી પાંચ વર્ષ રાહ જોવી પડી શકે છે. કર્ણાટક બાદ છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં કોંગ્રેસના ઉત્કૃષ્ટ દેખાવ અને સત્તા મેળવતા અમિત શાહ માટે મોટો આંચકો લાગ્યો છે.

  આ પણ વાંચો, ગેહલોત vs પાયલટ: રાહુલ ગાંધી રાજસ્થાનના મુખ્યમંત્રીનો તાજ કોને પહેરાવશે?

  કર્ણાટકમાં અમિત શાહનો દાવ પડી ગયો હતો ઊંધો
  કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો ત્રિશંકુમાં ફસાઈ ગઈ હતી. કોંગ્રેસે એવો દાવ ખેલ્યો કે યેદિયુરપ્પાને ખુરશીથી હટવું પડ્યું અને ત્યાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર બની. ભાજપ 104 સીટો સાથે સૌથી મોટી પાર્ટી હોવા છતાંય તે બહુમતના આંકડાથી 8 સીટ દૂર હતી. કોંગ્રેસ 78 સીટો જીતી હતી, જેડીએસ 37 સીટ જીતવામાં સફળ રહી હતી. જેડીએસની સહયોગી પાર્ટી બીએસપીને એક સીટ મળી. ભાજપ જ્યારે બહુમતના આંકડાથી દૂર થઈ, કોંગ્રેસ 78 સીટો હોવા છતાંય એક્શનમાં આવી 37 સીટો વાળી જેડીએસને સમર્થન આપવાનો દાવ રમી. ત્યારબાદ જેડીએસે પણ સમર્થન અને એચડી કુમારસ્વામીને મુખ્યમંત્રી બનાવવાની રજૂઆતને મંજૂર કરી દીધી. આ પ્રકારે ત્યાં પણ અમિત શાહની રણનીતિ નિષ્ફળ થઈ ગઈ.

  કેજરીવાલે શાહના દાવ પર ફેરવી દીધું હતું પાણી
  દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પ્રચંડ બહુમતની સાથે દિલ્હીની સત્તામાં પરત ફરી હતી. 2015 વિધાનસભા ચૂંટણીના પરિણામ AAPના પક્ષમાં આવ્યા અને અરવિંદ કેજરીવાલની પાર્ટીએ કોંગ્રેસની સાથોસાથ ભાજપને પણ ધૂળ ચટાડતી કરી દીધી. 70 સીટોવાળી દિલ્હી વિધાનસભામાં AAPને 67 સીટો પર જીત મળી. ભાજપને માત્ર 3 સીટોથી સંતોષ માનવો પડ્યો હતો. કોંગ્રેસ તો પોતાનું ખાતું પણ નહોતું ખોલાવી શકી. અમિત શાહે કેજરીવાલની સામે પૂર્વ આઈપીએસ ઓફિસર કિરણ બેદીને મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઉતાર્યા હતા. પરંતુ તેમનો આ દાવથી દિલ્હીની જનતા પર કંઈ ખાસ પ્રભાવ પડ્યો નહોતો. કિરણ બેદી ખુદ પોતાની સીટ હારી ગયા હતા.

  આ પણ વાંચો, કોંગ્રેસ અધ્યક્ષ' થયા એક વર્ષના! જન્મદિવસે મળી સૌથી મોટી ગિફ્ટ

  લાલુ-નીતીશના મહાગઠબંધને શાહને હારનું મોં દેખાડ્યું
  2015ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં લાલુ પ્રસાદની આરજેડી સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી હતી. 243માંથી આરજેડીને 80 સીટો મળી હતી. જેડીયૂને 71 સીટો મળી હતી. ત્યારે ભાજપને 53 અને લોજપા તથા રાલોસપાને ક્રમશ: બે-બે સીટ મળી હતી. તે ચૂંટણીમાં જેડીયૂ, આજેડી તથા કોંગ્રેસનું મહાગઠબંધન હતું. મહાગઠબંધનની ત્રીજી પાર્ટી કોંગ્રેસને 27 સીટો મળી હતી. આ ચૂંટણીમાં પણ અમિત શાહની રણનીતિને મોટો આંચકો લાગ્યો હતો.
  First published: