ભોજનમાં એક રોટલી ઓછી આપતા શેઠાણીનું નોકરે ગળુ કાપી નાખ્યું

News18 Gujarati
Updated: May 18, 2019, 6:04 PM IST
ભોજનમાં એક રોટલી ઓછી આપતા શેઠાણીનું નોકરે ગળુ કાપી નાખ્યું
મૃતક રોઝી અને નોકર રાજેશ પાસવાલની તસવીર

પોલીસના જણાવ્યા મુજબ, આરોપી નોકર રાજેશે જણાવ્યું હતું કે તેને ચાર રોટલીની ભુખ હોય તો શેઠાણી 3 રોટલી જ આપતી હતી જેના કારણે તે ભુખ્યો રહી જતો હતો.

  • Share this:
તિલક ભારદ્વાજ, હરિયાણા : હરિયાણાના યુમુનાનગરની ન્યૂ જૈન કોલોનીમાં એક નોકરે કથિત રીતે ભોજનમાં એક રોટલી ઓછી આપતી શેઠાણીનું ગળુ કાપી ખુન કરી નાંખ્યુ છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી નોકરે જણાવ્યું હતું હતું કે તેને ચાર રોટલીની ભુખ હોય તો શેઠાણી 3 રોટલી જ આપતી હતી જેના કારણે તે ભુખ્યો રહી જતો હતો. આ કારણોસર નોકરે શેઠાણીનું ગળું કાપી ખુન કરી નાખ્યુ હતું.

નોકરે શેઠાણીનું ગળુ કાપ્યા બાદ શેઠને ફોન કરીને ખુનની જાણકારી આપી હતી અને સંબંધીઓને પણ ઘરે લઈ ગયો હતો. મોતની જાણ થતા જે જે લોકો ઘરે આવ્યા નોકરે તેને પાણી પણ પીવડાવ્યું હતું. જ્યારે નોકરની આકરી પૂછપરછ કરવામાં આવી તો તેણે ગુનો કબૂલ કરી લીધો હતો.

આરોપી નોકરનું નામ રાજેશ પાસવાન છે અને તેણે 26 વર્ષની રોઝીનું ખુન કર્યુ છે. રોઝીના પિત દિપાંશુ સ્ટોન ક્રશર સંચાલક છે. શનિવારે આરોપીને કોર્ટને રજુ કરી અને પોલીસ રિમાન્ડ પર મોકલી આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો : 'હું જાણવા માંગું છું કે મોત કેવું હોય છે', પ્રોફેસરને ઇ-મેલ કરી JNUના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા

રાજેશે પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે માલિક દિપાંશુના લગ્ન પહેલાંથી તે જ રસોઈ બનાવતો હતો. ત્યારે તેને જ્યારે મરજી થતી ત્યારે જમી લેતો હતો. જોકે, ગત વર્ષ દિપાંશુના લગ્ન બાદ રોઝીએ તેની પાસે રસોઈ બંધ કરાવી દીધી હતી. ત્યારબાદ રાજેશ સાફ સફાઈ અને કપડા ધોવાનું કામ કરતો હતો. રાજેશે કહ્યું કે મને તો 4-5 રોટલી ભોજનમાં જોઈતી પરંતુ શેઠાણી 3થી વધારે રોટલી નહોતી આપતી. અનેક વાર હું ભુખ્યો રહી જતો. માર્ચમાં મારા પિતાનું અવસાન થયું અને હું બિહાર જતો રહ્યો હતો. પરત આવ્યો તો શેઠાણીએ નવી સિસ્ટમ લાગુ કરી હતી. તે મારી ત્રણ રોટલીમાંથી એક રોટલી કુતરા માટે નંખાવતી હતી.

ભુખ લાગી પણ ભોજન ન આપ્યુંરાજેશે કહ્યું કે તેને ગુરૂવારે ખૂબ જ ભુખ લાગી હતી પરંતુ શેઠાણીએ દિપાંશુ ન આવે ત્યાં સુધી રસોઈ ન કરવાનું કહ્યું હતું. રાજેશે કહ્યું કે તેને આ વાતનો ગુસ્સો આવ્યો અને તેણે રસોડામાંથી ચાકુ લઈ અને બેડ પર જ તેનું ગળુ કાપી નાંખ્યું. રોઝીએ બચવાના અનેક પ્રયાસો કર્યા, તેણે રાજેશને બટકું પણ ભરી લીધું પરંતુ રાજેશના જણાવ્યા મુજબ તે સતત 5 મિનિટ સુધી ચાકુ ફેરવતો રહ્યો

આ પણ વાંચો :  પ્રેમી-પ્રેમિકાએ પ્રેગનેન્ટ મહિલાની કરી હત્યા, પછી પેટ ચીરીને કાઢ્યું બાળક

બચવાનો પ્લાન
રાજેશે કહ્યું કે ખુન કર્યા બાદ તેણે રસોડામાં ચાકુ ધોઈ અને સંતાડી દીધું હતું. ત્યારબાદ તે પોતાના કામે નીકળી ગયો. મેઇન ગેટ ખુલ્યો નહીં તો નાના ગેટ પરથી નીકળી ગયો હતો. તેણે બહાર જઈને લોહીના ડાઘ વાળા કપડા ધોયા હતા. બપોરે 1.45 વાગ્યે માલિક દિપાંશુને ફોન કરીને વાર્તા સંભળાવી કે શેઠાણી દરવાજો નથી ખોલી રહી. રાજેશે પોલીસને કહ્યું કે 'હું ડરી ગયો હતો કે ભાગી જઈશ તો પકડાઈ જઈશ પરંતુ ઘરે રહીશ તો કોઈ શંકા નહીં કરે એટેલ ભાગ્યો નહીં.'
First published: May 18, 2019, 3:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading