Home /News /national-international /સીરમ ઇન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાના વોટ્સએપ પર DPનો ઉપયોગ કરીને 1 કરોડ ટ્રાન્સફર કરાયા, 7ની ધરપકડ
સીરમ ઇન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાના વોટ્સએપ પર DPનો ઉપયોગ કરીને 1 કરોડ ટ્રાન્સફર કરાયા, 7ની ધરપકડ
સીરમ ઇન્સ્ટિટ્યૂટ વોટ્સએપ છેતરપિંડી કેસ
Serum institute whatsapp fraud case: સીરમ ઇન્સ્ટિટ્યૂટ વોટ્સએપ છેતરપિંડી કેસમાં 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાના ફોટોગ્રાફના કથિત ઉપયોગ અને આ જાણીતી વેક્સીન ઉત્પાદકના ડાયરેક્ટર પાસેથી વિવિધ બેંક ખાતાઓમાં રૂપિયા 1.01 કરોડ ટ્રાન્સફર કરવાના કથિત સંદર્ભમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.
પુણે (મહારાષ્ટ્ર): સીરમ ઇન્સ્ટિટ્યૂટ વોટ્સએપ ફ્રોડ કેસમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાના ફોટોગ્રાફના કથિત ઉપયોગ અને આ જાણીતી વેક્સીન ઉત્પાદકના ડાયરેક્ટર પાસેથી વિવિધ બેંક ખાતાઓમાં રૂપિયા 1.01 કરોડ ટ્રાન્સફર કરવાના કથિત સંદર્ભમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં બંડગાર્ડન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR મુજબ, આરોપીએ વ્હોટ્સએપ એકાઉન્ટમાં પૂનાવાલાના ફોટોગ્રાફનો ઉપયોગ કર્યો હતો. તેમના દ્વારા કંપનીના ડાયરેક્ટર સતીશ દેશપાંડેને રકમ ટ્રાન્સફર કરવાનો મેસેજ મોકલવામાં આવ્યો હતો. તેણે કહ્યું કે દેશપાંડેએ માની લીધું કે સંદેશ પૂનાવાલા તરફથી આવ્યો છે અને કંપનીના ફંડમાંથી 1.01 કરોડ રૂપિયા વોટ્સએપ વાતચીતમાં ઉલ્લેખિત 8 બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા છે.
40 ખાતામાંથી 8 બેંક ખાતામાં નાણાં ટ્રાન્સફર થયા
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (સેકન્ડ ઝોન) સમર્થ પાટીલે જણાવ્યું હતું કે, “આ આઠ બેંક ખાતા આઠ વ્યક્તિઓના હતા. તેમાંથી સાતની વિવિધ રાજ્યોમાંથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે મુખ્ય આરોપીની શોધ હજુ ચાલુ છે. અમે આવા 40 એકાઉન્ટ એટેચ કર્યા છે જેમાં આ આઠ ખાતામાંથી પૈસા ટ્રાન્સફર થયા હતા.
13 લાખનો મુદ્દામાલ જપ્ત
તેમણે કહ્યું કે, “અમે આ ખાતાઓમાંથી 13 લાખ રૂપિયા જપ્ત કરવામાં સફળ રહ્યા છીએ. આરોપીઓ બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશના બી.ટેક અને સાયન્સ ગ્રેજ્યુએટ છે. આરોપીઓ પૈકી એક કોમર્શિયલ બેંકમાં નોકરી કરે છે.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર