ભારતને 1 કરોડ કોરોના વેક્સીન મફતમાં આપશે સીરમ ઈન્સ્ટીટ્યૂટઃ સૂત્ર

ભારતને 1 કરોડ કોરોના વેક્સીન મફતમાં આપશે સીરમ ઈન્સ્ટીટ્યૂટઃ સૂત્ર
પ્રતિકાત્મક તસવીર

સીરમ ઇન્સ્ટીટ્યૂટ પ્રમાણે સરકાર દ્વારા ખરીદાયેલા 1.1 કરોડ ડોઝની આપૂર્તિ કરવામાં આવી ચૂકી છે,

 • Share this:
  નવી દિલ્હીઃ ભારતમાં વિશ્વનું સૌથી મોટું કોરોના રસીકરણ અભિયાન (Covid Vaccination Programme) શરૂં થઈ ચૂક્યું છે. અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધારે લોકોને વેક્સીનેશન કરવામાં આવ્યું છે. હવે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા (Serum Institute of India) દેશને 1 કરોડ વેક્સીનના ડોઝ ફ્રીમાં ઉપલબ્ધ કરાવવાનો વાયદો કર્યો છે. વેક્સીન ડોઝ (Free Vaccine Doses) સીરમ ઇન્સ્ટીટ્યૂટ COVAX ફેસિલિટી અંતર્ગત ઉપલબ્ધ કરાવશે.

  વળતરનો મુદ્દો પણ ઉઠાવ્યો


  સોમવારે થયેલી ટોપ લેવલની મિટિંગ દરમિયાન સીરમ ઇન્સ્ટીટ્યૂટે વળતરના મુદ્દાને એકવાર ફરીથી ઉઠાવ્યો છે. ઉલ્લેખનીય છે કે ભારત સરકાર વેક્સીન ખરીદવાના નિયમ પ્રમાણે સાઈડ ઇફેક્ટ્સની સ્થિતિમાં કંપની આખો ખર્ચો ઉપાડશે. આ નિયમ સિરમ ઇન્સ્ટીટ્યૂટ અને ભારત અને બાયોટેક બંને વેક્સીન માટે રાખી છે.

  અત્યારે SIIના પાસ 5.3 કરોડ કોરોના વેક્સીન ડોઝ
  જાણકારી પ્રમાણે સિરમ ઇન્સ્ટીટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યું કે વેક્સીનના સંબંધમાં આવનારી વિષમ પરિસ્થિતિઓના સમયમાં કંપનીને સંરક્ષણ આપવાની જરૂર છે. સીરમ ઇન્સ્ટીટ્યૂટ પ્રમાણે સરકાર દ્વારા ખરીદાયેલા 1.1 કરોડ ડોઝની આપૂર્તિ કરવામાં આવી ચૂકી છે.

  આ પણ વાંચોઃ-

  આ સમયે કંપનીના સ્ટોકમાં 5.3 કરોડ વેક્સીન ડોઝ છે. જેને સેન્ટ્રલ ડ્રગ લેબ દ્વારા ક્લિયર કરવામાં આવી ચૂક્યા ચે. આમાંથી આશરે અઢી કરોડ ડોઝ એક્સપોર્ટ કરવામાં આવ્યા છે જ્યારે અઢી કરોડ જોઢ ભારત માટે અલોટ છે.

  આ પણ વાંચોઃ-

  અન્ય દેશોની મદદ ઉપર ચર્ચા
  બેઠકની જાણકારી આપનારા સૂત્રો પ્રમાણે ભારત બાયોટેક આગામી કેટલાક સમયમાં મ્યામાર, મંગોલિયા, ઓમાન, બહરીન, ફિલિપીન્સ, માલદીવ્સ, મોરિશસ જેવા દેશોને 8.1 લાખ વેક્સીન ડોઝ ઉપલબ્ધ કરાવશે.  આ પહેલા 15 જાન્યુઆરીએ કોરોના નેશનલ એક્સપર્ટ ગ્રૂપની બેઠકમાં અન્ય દેશોની મદદ ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં નક્કી થયું હતું કે, અન્ય દેશોની મદદ કરવા માટે વેક્સીન ડોઝની ખરીદી વિદેશ મંત્રાલય દ્વારા કરાવમાં આવશે.
  Published by:ankit patel
  First published:January 18, 2021, 23:33 pm

  ટૉપ ન્યૂઝ