કેન્દ્રએ કોરોના વેક્સીનના 30થી 40 કરોડ ડોઝ ખરીદવાના આપ્યા સંકેત : સીરમ ઇન્સ્ટિટ્યૂટ

કેન્દ્રએ કોરોના વેક્સીનના 30થી 40 કરોડ ડોઝ ખરીદવાના આપ્યા સંકેત : સીરમ ઇન્સ્ટિટ્યૂટ
સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઇઓ અદાર પૂનાવાલાએ કહ્યું- અમે આગામી બે સપ્તાહમાં કોવિશિલ્ડના ઇમરજન્સીમાં ઉપયોગ કરવા માટે આવેદન કરવાની પ્રક્રિયામાં છીએ

સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઇઓ અદાર પૂનાવાલાએ કહ્યું- અમે આગામી બે સપ્તાહમાં કોવિશિલ્ડના ઇમરજન્સીમાં ઉપયોગ કરવા માટે આવેદન કરવાની પ્રક્રિયામાં છીએ

 • Share this:
  નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઇઓ અદાર પૂનાવાલાએ કહ્યું કે અમે આગામી બે સપ્તાહમાં કોવિશિલ્ડના ઇમરજન્સીમાં ઉપયોગ કરવા માટે આવેદન કરવાની પ્રક્રિયામાં છીએ. અદાર પૂનાવાલાએ કહ્યું કે અમે પૂણેમાં અને પોતાના નવા પરિસર મંડારીમાં સૌથી મોટી મહામારી સ્તરની સુવિધાનું નિર્માણ કર્યું છે. આ પણ પીએમને યાત્રા દરમિયાન સુવિધા અને ઘણી સારી વિસ્તૃત ચર્ચાઓ સાથે બતાવવામાં આવી હતી.

  પૂનાવાલાએ કહ્યું કે અત્યાર સુધી અમને ભારત સરકાર તરફથી લેખિતમાં એવું કશું મળ્યું નથી કે તે કેટલા ડોઝ ખરીદશે પણ એ સંકેત છે કે જુલાઈ 2021 સુધી તે 300-400 મિલિયન ડોઝ લઈ શકે છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઇઓએ કહ્યું કે વેક્સીન અને વેક્સીનના ઉત્પાદન પર પ્રધાનમંત્રી ઘણા જાણકાર છે. અમે ચકિત હતા કે તેમને પહેલાથી જ આને લઈને ઘણી જાણકારી હતી. વિભિન્ન વેક્સીન અને પડકાર વિશે વિસ્તારથી ચર્ચા કરવા સિવાય તેમને વધારે સમજાવવાની જરૂર જ પડી ન હતી.  આ પણ વાંચો - ગુજરાતમાં બનશે કોરોના વેક્સીનને રાખવા માટે બોક્સ, PM મોદીએ લક્ઝમબર્ગનો પ્રસ્તાવ સ્વીકાર્યો

  વેક્સીન શરૂઆતમાં ભારતમાં વિતરિત કરવામાં આવશે પછી અમે COVAX દેશોને આપીશું, જે મુખ્ય રૂપથી આફ્રિકામાં છે. એસ્ટ્રાજેનેકા અને ઓક્સફોર્ડ દ્વારા યૂકે અને યૂરોપિયન બજારોને ધ્યાનમાં રાખવામાં આવી રહ્યા છે. અમારી પ્રાથમિકતા ભારત અને COVAX દેશ છે.

  ભારતમાં કોવિડ-19ની વેક્સીનની સમીક્ષા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ, હૈદરાબાદ અને પૂણે એમ ત્રણ સ્થળની મુલાકાત લીધી હતી.
  Published by:Ashish Goyal
  First published:November 28, 2020, 20:32 pm

  टॉप स्टोरीज