નવી દિલ્હી : સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને (Serum Institute of India)ભારત સરકારે (Govt of India)કોરોના વાયરસની વેક્સીન (Coronavirus Vaccine)ખરીદવાનો ઓર્ડર આપ્યો છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટના સત્તાવાર સૂત્રોએ સોમવારે આ જાણકારી આપી છે. અધિકારીઓએ જણાવ્યું કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી કોવિશીલ્ડ (Covishield)ટિકાના 1.1 કરોડ ડોઝ ખરીદવાનો ઓર્ડર દીધો છે. સરકારને સીરમ ઇન્સ્ટિટ્યૂટ આ વેક્સીન 200 રૂપિયામાં ઉપલબ્ધ કરાવશે.
ભારતમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાનની શરૂઆત થવા જઈ રહી છે. કોવિશીલ્ડને બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને બ્રિટીશ-સ્વીડિશ કંપની એસ્ટ્રાજેનેકાએ મળીને વિકસિત કરી છે. આ પ્રથમ વેક્સીન છે જેના ત્રણ ચરણના ક્લીનિકલ પરીક્ષણો પર એક વૈજ્ઞાનિક અધ્યયન પ્રકાશિત થયું છે. કોવિશીલ્ડને અત્યાર સુધી ભારત, બ્રિટન, આર્જેન્ટિના, મેક્સિકોમાં ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી છે.
આ પણ વાંચો - Corona Vaccination : મુખ્યમંત્રીઓ સાથે બેઠક પછી PM મોદીએ કહ્યું - બંને વેક્સીન વિશ્વાસપાત્ર
કોવિશીલ્ડનું નિર્માણ કરનાર સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા કરી રહ્યું છે. બજારમાં તેનું એક ઇન્જેક્શન કે ડોઝ 1000 રૂપિયામાં વેચવામાં આવશે. જોકે ભારત સરકારને કંપની ફક્ત 200 રૂપિયામાં આપશે. એસઆઈઆઈના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ) અદાર પૂનાવાલાએ આ જાણકારી આપી છે.
ભારત જેવા દેશમાં આ રસી એકદમ યોગ્ય છે કારણ કે તેને સામાન્ય રેફ્રીજરેટર તાપમાન (બેથી આઠ ડિગ્રી સેલ્સિયસ)પર ઓછામાં ઓછા છ મહિના સુધી રાખવામાં આવી શકે છે.
Published by:Ashish Goyal
First published:January 11, 2021, 19:36 pm