દવા કંપનીના CEOનો દાવો, ઓક્ટોબર-નવેમ્બર સુધી આવી શકે છે કોરોના વેક્સીન

News18 Gujarati
Updated: July 22, 2020, 10:47 PM IST
દવા કંપનીના CEOનો દાવો, ઓક્ટોબર-નવેમ્બર સુધી આવી શકે છે કોરોના વેક્સીન
દવા કંપનીના CEOનો દાવો, ઓક્ટોબર-નવેમ્બર સુધી આવી શકે છે કોરોના વેક્સીન

ભારતમાં આગામી ચરણનું પરીક્ષણ ઓગસ્ટના મધ્યમાં શરૂ થઈ શકે છે

  • Share this:
ભુવનેશ્વર : સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (Serum Institute of India)ને આશા છે કે તે આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બર સુધી કોવિડ-19ની વેક્સીન બનાવી લેશે. કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ) અદર પૂનાવાલાએ (Adar Poonawalla) બુધવારે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક (Naveen Patnaik)સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા કરેલી બેઠકમાં આ જાણકારી આપી હતી. સીરમ ઇન્સ્ટિટ્યૂટ જથ્થાના મામલે દુનિયાની સૌથી મોટી વેક્સીન નિર્માતા કંપની છે.

સીરમ ઇન્સ્ટિટ્યૂટે બાયોફાર્મા કંપની એસ્ટ્રાજેનેકા સાથે પ્રયોગના આધારે કોવિડ-19 વેક્સીન કેન્ડિડેટના વિનિર્માણ માટે ભાગીદારી કરી છે. તેનો વિકાસ ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલયે કર્યો છે. તે સિવાય કંપનીને ડીસીજીઆઈ પાસે પોતાની ન્યૂમોકોકલ વેક્સીનના વિકાસની મંજૂરી મળી છે.

આ પણ વાંચો - ખુલાસો! ઘરે બેઠા-બેઠા પણ થઈ શકો છે કોરોના સંક્રમિત, આ વાતોનું ધ્યાન રાખો

નવીન પટનાયક સાથે બેઠકમાં પૂનાવાલાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કોવિડ-19 વેક્સીન ઓક્ટોબર-નવેમ્બરમાં તૈયાર થઈ શકે છે. તેમણે કહ્યું કે ભારતમાં આગામી ચરણનું પરીક્ષણ ઓગસ્ટના મધ્યમાં શરૂ થઈ શકે છે. મુખ્યમંત્રી કાર્યાલય તરફથી જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે પૂનાવાલાએ જણાવ્યું કે ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલયની વેક્સીનના પ્રથમ ચરણના પરીક્ષણમાં ઉત્સાહવર્ધક પરિણામ મળ્યા છે.

મુખ્યમંત્રી કાર્યાલય તરફથી જાહેર કરેલા વીડિયો ક્લિપમાં પૂનાવાલાએ કહ્યું કે ભારતમાં આગામી ચરણનું પરીક્ષણ ઓગસ્ટના મધ્યમાં શરૂ થશે અને વેક્સીન ઓક્ટોબર-નવેમ્બર સુધી તૈયાર થઈ જશે.
Published by: Ashish Goyal
First published: July 22, 2020, 10:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading