વર્ષ 2024ના અંત પહેલા બધા માટે કોવિડ 19ની વેક્સીન ઉપલબ્ધ થવી અશક્ય છે: અદાર પૂનાવાલા

News18 Gujarati
Updated: September 14, 2020, 5:45 PM IST
વર્ષ 2024ના અંત પહેલા બધા માટે કોવિડ 19ની વેક્સીન ઉપલબ્ધ થવી અશક્ય છે: અદાર પૂનાવાલા
પ્રતિકાત્મક તસવીર

પૂનાવાલાએ તે પણ કહ્યું કે ધરતી પર હાજર તમામ લોકો માટે વેક્સીન મળવામાં ચાર થી પાંચ વર્ષનો સમય લાગશે

  • Share this:
આ વર્ષના અંત સુધી કોવિડ 19 વેક્સીન (Covid-19 Vaccine) શું બધા માટે ઉપલબ્ધ થઇ શકશે? આ વાત પર પાણી ફેરવતા દુનિયાની સૌથી મોટી વેક્સીન નિર્માતા કંપની (world’s largest manufacturer of vaccines)ના પ્રમુખે કહ્યું કે વર્ષ 2024ના અંત પહેલા તમામ લોકો માટે કોરોના વાયરસ વેક્સીન (Coronavirus Vaccine)નું નિર્માણ નહીં કરી શકાય. ફાઇનેંસિયલ ટાઇમ્સને આપેલા એક ઇન્ટરવ્યૂમાં અદાર પૂનાવાલા (Adar Poonawalla)જે સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા (Serum Institute of India) પ્રમુખ છે તેમણે કહ્યું કે દવા કંપનીઓએ તેમના ઉત્પાદનમાં ઝડપથી વધારો નથી કર્યો. જેથી દુનિયાના તમામ લોકો વેક્સીન બનવામાં સમય લાગી શકે છે.

પૂનાવાલાએ તે પણ કહ્યું કે ધરતી પર હાજર તમામ લોકો માટે વેક્સીન મળવામાં ચાર થી પાંચ વર્ષનો સમય લાગશે. અદાર પૂનાવાલાએ પહેલા પણ કહ્યું હતું કે જો કોરોના વાયરસ વેક્સીનના બે ડોઝ આપવામાં આવે જેવું સામાન્ય રીતે ઓરી કે રોટાવાયરસમાં કરાય છે તો પણ દુનિયાને 15 અરબ ડોઝની જરૂર પડશે.

વધુ વાંચો : તહેવારોના સમયમાં આ કંપની 30 હજાર લોકોને આપી રહી છે નોકરી, કોઇ મોટી ડિગ્રીની જરૂર નથી

એક પરિવારના પ્રભુત્વવાળા સીરમ ઇન્સ્ટીટ્યૂટ, જે પુણેમાં છે તે દુનિયાની 5 આંતરાષ્ટ્રીય દવા કંપનીઓ સાથે કરાર કરી ચૂકી છે. આ કંપનીઓમાં એસ્ટ્રાજેનેકા અને નોવાવેક્સ પણ સામેલ છે. સીરમ ઇન્ટીટ્યૂટ એક વેક્સીન વિકસિત કરવામાં લાગ્યું છે. જેની 1 અરબ ડોઝ તૈયાર કરવામાં આવશે. વાયદા મુજબ તેમાંથી 50 ટકા ભારત માટે હશે. આ કંપની રશિયાના ગમલેયા રિસર્ટ ઇન્સ્ટીટ્યૂટની સાથે સ્પૂતનિક વેક્સીન બનાવવા માટે પણ જોડાણ કરી શકે છે.હાલ મોટાભાગના વિકાસશીલ દુનિયા માટે ટીકો બનાવાનું કામ સીરમ ઇન્ટીટ્યૂટ કરી રહ્યું છે. વેક્સીન નિર્માણ અને વિતરણ માટે પૂનાવાલાની આ ટિપ્પણી મહત્વપૂર્ણ છે. વળી ચિંતાની વાત એ પણ છે કે યુરોપ અને અમેરિકાએ પહેલા જ મોટો ઓર્ડર આપ્યો છે. જેના પરિણામસ્વરૂપ વિકાસશીલ દેશોમાં વેક્સીન મળવાની સૂચીમાં નીચેના સ્થાને રાખવામાં આવશે.
Published by: Chaitali Shukla
First published: September 14, 2020, 5:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading