નવી દિલ્હી : દેશભરમાં કોરોના વેક્સીનેશન પ્રોગ્રામ (Corona vaccination Programme)16 જાન્યુઆરીથી શરુ થવાનો છે. વેક્સીનેશન શરૂ થતા પહેલા કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. ગુરુવારે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું કે કોરોના વાયરસની વેક્સીન કોવિશીલ્ડ (Covishield)અને કોવેક્સીને (Covaxin)ઇમરજન્સી યૂઝની મંજૂરી આપી દીધી છે. જો આ વેક્સીન દ્વારા કોઈને કોઈ પ્રકારનું નુકસાન થાય તો સરકાર તેની ક્ષતિપૂર્તિ કરશે નહીં. સરકાર તરફથી જાહેર કરેલા આદેશમાં કહ્યું છે કે વેક્સીનને વિકસિત કરનાર કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (Serum Institute of India)અને ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડે (Bharat Biotech International Limited)નુકસાનની ભરપાઇ કરવી પડશે.
કરારમાં સ્પષ્ટ કરવામાં આવી છે આ વાત
સૂત્રોનું કહેવું છે કે ખરીદી માટે થયેલા કરારમાં કહેવામાં આવ્યું છે કે સરકારે જે વેક્સીનનો કરાર કર્યો છે તેના મતે સીડીએસસીઓ/ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ/ડીસીજીઆઈ પોલિસી/એપ્રુવલ (CDSCO/Drugs and Cosmetics Act/ DCGI Policy/approval)અંતર્ગત બધા વિપરિત પ્રભાવો માટે આ બંને કંપનીઓ જવાબદાર રહેશે. ભારત બાયોટેક સાથે થયેલા કરારમાં કહેવામાં આવ્યું છે કે કંપનીઓને ગંભીર પ્રતિકુળ ઘટનાઓના મામલામાં સરકારને પણ સૂચિત કરવું પડશે.
આ પણ વાંચો - કોરોના કોલર ટ્યૂનમાં હવે અમિતાભ બચ્ચનનો નહીં આ આર્ટિસ્ટનો અવાજ સાંભળવા મળશે
16 જાન્યુઆરીથી શરૂ થશે વેક્સીનેશન
16 જાન્યુઆરીથી કોવિડ-19 વેક્સીનેશન અભિયાન (Covid-19 Vaccination) શરુ થશે. લગભગ 3 કરોડ સ્વાસ્થ્ય કર્મીઓ અને અગ્રીમ મોર્ચે રહેલા કોરોના વોરિયર્સને સૌ પહેલા વેક્સીન આપવામાં આવશે.
Published by:Ashish Goyal
First published:January 14, 2021, 22:57 pm