Sero Survey: કાગળ પર જે જિલ્લાઓમાં કોરોનાનો એક પણ દર્દી ન હતો, ત્યાં મે મહિનામાં નીકળ્યા 8.5 લાખ કેસ

News18 Gujarati
Updated: September 12, 2020, 9:01 AM IST
Sero Survey: કાગળ પર જે જિલ્લાઓમાં કોરોનાનો એક પણ દર્દી ન હતો, ત્યાં મે મહિનામાં નીકળ્યા 8.5 લાખ કેસ
પ્રતિકાત્મક તસવીર

SERO SURVEY: ICMR પ્રમાણે આ સર્વે 11 મે થી 4 જૂન વચ્ચે કરવામાં આવ્યો હતો. આ દરમિયાન 4,28,000 વયસ્કોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સર્વે 21 રાજ્યના 70 જિલ્લામાં કરવામાં આવ્યો હતો.

  • Share this:
નવી દિલ્હી: દેશ આખામાં કરવામાં આવેલા સીરો સર્વે (Sero survey)ના પરિણામો બધાને ડરાવી રહ્યા છે. આ સર્વે પ્રમાણે મે મહિના સુધીમાં જ દેશ આખામાં આશરે 64 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થયા હોવા જોઈએ. આ સર્વેમાં એવી પણ માહિતી મળી છે કે જે વિસ્તારમાં કાગળ પર કોઈ જ કેસ નોંધાયેલા ન હતા ત્યાં મોટી સંખ્યામાં લોકો વાયરસનો શિકાર બન્યા હતા. સર્વેના આંકડા પ્રમાણે મે મહિનામાં કહેવામાં આવ્યું હતું કે દેશના 233 જિલ્લામાં કોરોના વાયરસનો એક પણ કેસ નથી, પરંતુ સર્વેમાં માલુમ પડ્યું છે કે ત્યાં 8.56 લાખ દર્દી હતી. નોંધનીય છે કે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) દેશભરમાં કરેલા સીરો સર્વેના આંકડા જાહેર કર્યા છે.

233 જિલ્લામાં 13% દર્દી

સીરો સર્વેના ડેટા જોઈને માલુમ પડે છે કે જે જિલ્લાઓમાં ઝીરો કેસ બતાવવામાં આવ્યા હતા ત્યાં હકીકતમાં 13 ટકા કોરોના દર્દી હતા. સંશોધકોનું કહેવું છે કે આના પરથી માલુમ પડે છે કે દેશમાં કોરોનું સંક્રમણ વધવાની શરૂઆત થઈ હતી ત્યારે લોકોની યોગ્ય રીતે તપાસ કરવામાં આવતી ન હતી. આ ઉપરાંત દેશના દરેક ભાગમાં ટેસ્ટ પણ થતા ન હતા. આ જ કારણે દેશના દરેક હિસ્સામાં કોરોનાનું સંક્રમણ વધવા લાગ્યું હતું. સીરો સર્વેમાં માલુમ પડ્યું છે કે ભારતના ગામડાઓમાં કોરોના વાયરસની ઝપેટમાં 69.4% લોકો આવ્યા હતા, જ્યારે શહેરના સ્લમ વિસ્તારોમાં 15.9 ટકા અને શહેરના બાકીના વિસ્તારમાં સંક્રમણનું પ્રમાણ 14.6 ટકા નોંધવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: આજથી 80 વધારાની સ્પેશિયલ ટ્રેન શરૂ, જાણો ગુજરાતમાંથી કઈ કઈ ટ્રેન દોડશે

સર્વેમાં શું માલુમ પડ્યું

ICMR પ્રમાણે આ સર્વે 11 મેથી લઈને 4 જૂન વચ્ચે કરવામાં આવ્યો હતો. આ દરમિયાન 4,28,000 વ્યસ્કના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સર્વે 21 રાજ્યના 70 જિલ્લામાં કરવામાં આવ્યો હતો. મોટાભાગનો સર્વે ગ્રામ્ય વિસ્તારમાં થયો હતો. ઉંમર પ્રમાણે જોઈએ તો પોઝિટિવિટી રેટ આ પ્રમાણે રહ્યો હતો. 18-45 વર્ષ- 43.3% , 46-60 વર્ષ 39.5% , 60 વર્ષથી ઉપર- 17.2%. આ સર્વે દેશની એ સમયની સ્થિતિનો ચિતાર રજૂ કરે છે જ્યારે દેશભરમાં લૉકડાઉન હતું અને લોકો શહેરમાંથી ગામડાઓ તરફ પલાયન કરી રહ્યા હતા.

શું છે SERO SURVEY?

આ સર્વે અંતર્ગત સામાન્ય રીતે એ વાત જાણવામાં આવે છે કે આખરે કયા જિલ્લામાં કે પછી શહેરમાં કેટલા લોકો કોરોનાથી સંક્રમિત થઈના સાજા થયા છે. શરીરમાં હયાત એન્ટીબૉડીથી તેની તપાસ કરવામાં આવે છે. આ ઉપરાંત ક્યાંય કોરોના કોમ્યુનિટી ટ્રાન્સમિશનની કગાર પર તો નથી પહોંચી ગયો ને? સીરો સર્વેનો પ્રથમ તબક્કો આ વર્ષે અલગ અલગ શહેર અને રાજ્યમાં લૉકડાઉન દરમિયાન મે મહિનામાં કરવામાં આવ્યો હતો.

દેશમાં કોરોનાની સ્થિતિ

ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 96,551 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોરોના વાયરસ (Coronavirus)ના કારણે 1,209 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 45,62,415 થઈ ગઈ છે.

વિશેષમાં ભારતમાં કોવિડ-19 (Covid-19)ની મહામારી સામે લડીને 35 લાખ 42 હજાર 664 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. હાલ 9,43,480 એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 76,271 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ શુક્રવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 10 સપ્ટેમ્બર સુધીમાં ભારતમાં કુલ 5,40,97,975 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ગુરુવારે 24 કલાકમાં 11,63,542 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
Published by: Vinod Zankhaliya
First published: September 12, 2020, 8:59 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading