પ્રેમિકાની હત્યા કરી તેને ઘરમાં દાટી બનાવી દીધો હતો ચબૂતરો, સિરીયલ કિલરને આજીવન કેદની સજા

News18 Gujarati
Updated: August 27, 2020, 10:15 AM IST
પ્રેમિકાની હત્યા કરી તેને ઘરમાં દાટી બનાવી દીધો હતો ચબૂતરો, સિરીયલ કિલરને આજીવન કેદની સજા
સિરીયલ કિલર ઉદયન દાસને આજીવન કેદની સજા (ફાઇલ તસવીર)

સિરીયલ કિલરે મા-બાપની પણ હત્યા કરી તેમને બગીચામાં દફનાવી દીધા હતા, આવી રીતે ફુટ્યો હતો ભાંડો

  • Share this:
મનોજ રાઠોડ, ભોપાલઃ મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલના એક માથાફરેલા સીરિયલ કિલરને અંતે કાયદાએ સજા આપી દીધી છે. સનકી હત્યારા ઉદયન દાસ (Serial Killer Udayan Das)ના કૃત્ય સાંભળીને જ લોકો ડરી જતા હતા. હવે પશ્ચિમ બંગાળની એક કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી છે. ઉદયન દાસે પ્રેમિકાની હત્યા કરી લાશને ઘરમાં જ દફનાવી દીધી હતી અને તેની પર એક ચબૂતરો બનાવી દીધો હતો જેથી તેની પર કોઈ શક ન કરે. આટલું જ નહીં પોતાના માતા-પિતાની હત્યા કરી જૂના ઘરના બગીચામાં બંનેની લાશ દફનાવી દીધી હતી. આ હત્યાકાંડને તેણે છત્તીસગઢમાં અંજામ આપ્યો હતો.

ઉદયન દાસનો મામલો મધ્ય પ્રદેશમાં બહુચર્ચિત રહ્યો હતો. આ મામલાના છેડા જ્યારે છત્તીસગઠ સાથે જોડાયા તો ચારેકોર તેની ચર્ચા થવા લાગી. ઉદયને જુલાઈ 2016માં પોતાની પ્રેમિકા આકાંક્ષા શર્માની ભોપાલના સાકેત નગર સ્થિત ઘરમાં હત્યા કરી દીધી હતી. હત્યા બાદ તેણે લાશને એક બોક્સમાં મૂકીને બેડરૂમની અંદર દાટી દીધી હતી અને તેની પર ક્રોંક્રિટનો ચબૂતરો બનાવી દીધો હતો. ઉદયન દાસે પોતાના માતા-પિતાની 2010માં રાયપુરમાં ઘરમાં જ હત્યા કરી લાશોને બગીચામાં દાટી દીધી હતી. હત્યાની આ બંને ઘટનાઓ ક્રમશઃ ભોપાલ અને રાયપુરમાં ઘટી હતી. પરંતુ તેની વિરુદ્ધ એફઆઈઆર પશ્ચિમ બંગાળમાં નોંધવામાં આવી હતી. આ જ કારણ છે કે સમગ્ર મામલાની સુનાવણી બંગાળમાં થઈ. લાંબી કોર્ટ કાર્યવાહી બાદ બંગાળના બાંકુડાની ફાસ્ટ ટ્રેક કોર્ટે ઉદયન દાસને આજીવન કેદની સજા ફટકારી છે.

આ પણ વાંચો, સુશાંતના મૃતદેહને લેવા કેમ બે એમ્બ્યૂલન્સ પહોંચી હતી? સામે આવ્યું સત્ય

આકાંક્ષા શર્મા અને ઉદયનની દોસ્તી આવી રીતે થઈ હતી

વર્ષ 2007માં સોશિયલ મીડિયાના માધ્યમથી ઉદયન દાસ આકાંક્ષા શર્માના સંપર્કમાં આવ્યો હતો. ઉદયને આકાંક્ષાને ખોટું બોલ્યો કે તે અમેરિકામાં કામ કરે છે. ઉદયનની વાતોમાં આવીને આકાંક્ષાએ બંગાળના બાંકુડાના ઘરને જૂન 2016માં છોડી દીધું હતું એન દિલ્હીમાં ઉદયન સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ બંને ભોપાલ પહોંચ્યા અને લિવ-ઇન રિલેશનમાં રહેવા લાગ્યા. ઉદયની વાસ્તવિક્તા સામે આવતાં બંનેના સંબંધો ખરાબ થવા લાગ્યા. બંનેના સંબંધો એ હદે ખરાબ થવા લાગ્યા કે 27 ડિસેમ્બર 2016ના રોજ ઉદયને આકાંક્ષાની હત્યા કરી દીધી. પોલીસે ઉદયનની 2 ફેબ્રુઆરી 2017ના રોજ ભોપાલના સાકેત નગર વિસ્તારમાં તેના ઘરની પાસેથી ધરપકડ કરી હતી. હત્યાની જાણ ત્યારે થઈ જ્યારે ડિસેમ્બરમાં ફરિયાદ નોંધાયા બાદ બંગાળ પોલીસની એક ટીમ આકાંક્ષા શર્માની શોધમાં ભોપાલ પહોંચી હતી.
આ પણ વાંચો, Corona દર્દીઓની ધમાલ, ‘ઢોલ જગીરોં દા’ ગીત પર લગાવ્યા જોરદાર ઠુમકા

મા-બાપની સાથે રહેતો હતો ઉદયન : ઉદયન દાસ માતા-પિતાનું એકમાત્ર સંતાન છે. તે રાયપુરમાં તેમની સાથે રહેતો હતો. તેના પિતા BHELમાં નોકરી કરતા હતા, જ્યારે માતા ભોપાલમાં સરકારી વિભાગમાં નોકરી કરતી હતી. તેમની પાસે રાયપુર, દિલ્હી અને ભોપાલમાં એક કુલ ત્રણ ઘર હતા. માતા-પિતાની હત્યા કર્યા બાદ પણ ઉદયન તેમનું પેન્શન નકલી દસ્તાવેજોના આધારે લઈ રહ્યો હતો.
Published by: Mrunal Bhojak
First published: August 27, 2020, 10:15 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading