Home /News /national-international /

9/11 હુમલા બાદ પણ નથી બદલાઈ આતંકની તસવીર, આ 5 વાતો ખોલે છે અમેરિકાની પોલ

9/11 હુમલા બાદ પણ નથી બદલાઈ આતંકની તસવીર, આ 5 વાતો ખોલે છે અમેરિકાની પોલ

ટ્વીટ ટાવર પર આતંકી હુમલો (ફાઇલ તસવીર)

20 years of 9/11: અમેરિકાએ અફઘાનિસ્તાનમાં તાલિબાનને હાંકી કાઢવા માટે છેલ્લા 20 વર્ષમાં 825 અબજ ડોલરથી વધુ ખર્ચ્યા છે. સાથે જ પુનઃનિર્માણ માટે 130 બિલિયન ડોલર ખર્ચવામાં આવ્યા હતા.

નવી દિલ્હી: 20 ફેબ્રુઆરી 2020ના રોજ ન્યૂયોર્ક ટાઇમ્સના એક લેખમાં અફઘાનિસ્તાનના ગૃહમંત્રી અને પ્રતિબંધિત હક્કાની નેટવર્કના વડા સિરાજુદ્દીન હક્કાની (Sirajuddin Haqqani)એ એક નવી સમાવિષ્ટ રાજનીતિનું ખોટું વચન આપ્યું હતું. આ એક સિસ્ટમ હતી, જેમાં દરેક અફઘાનીનો અવાજ સમાવવાનું વચન હતું. જેથી કોઈપણ અફઘાની પોતાને અલગ ન અનુભવે. 9/11 આતંકી હુમલા (9/11 terrorist attack) બાદ પણ લોકોને આવી જ અપેક્ષાઓ હતી. પરંતુ બે દાયકા બાદ પણ ચિત્ર બદલાયું નથી. સિરાજુદ્દીન હક્કાની, જેને આખી દુનિયા આતંકવાદી કહે છે અને અમેરિકાએ તેના પર 5 મિલિયન ડોલરનું ઈનામ રાખ્યું છે, તે આજે તાલિબાન સરકારનો મંત્રી છે.

અમેરિકાએ અફઘાનિસ્તાનમાં તાલિબાનને હાંકી કાઢવા માટે છેલ્લા 20 વર્ષમાં 825 અબજ ડોલરથી વધુ ખર્ચ્યા છે. સાથે જ પુનઃનિર્માણ માટે 130 બિલિયન ડોલર ખર્ચવામાં આવ્યા હતા. તાલિબાન અને અલ-કાયદા સામેના યુદ્ધોમાં 2001થી લઈને આજ સુધીમાં ઓછામાં ઓછા 2,300 અમેરિકન સૈનિકો માર્યા ગયા છે. પરંતુ આજે અમેરિકા આતંકવાદના મોરચે 20 વર્ષ પાછળ ધકેલાઈ ગયું છે. તેણે જે આતંકીઓ સામે લડત ચલાવી હતી, આજે તેને જ સત્તા સોંપી દીધી છે.

9/11 પછી અમેરિકી સૈન્ય દ્વારા અફઘાનિસ્તાન પર 20 વર્ષના લશ્કરી કબજાએ અનેક મિથકોને તોડી નાંખ્યા છે, જે અમેરિકાની ભવિષ્યની ક્ષમતા અને વિશ્વને પ્રભાવિત કરવાની ક્ષમતા પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. અમેરિકાએ 7 ઓક્ટોબર 2001ના રોજ 9/11ના રોજ ન્યૂયોર્કમાં ટ્વીન-ટાવર હુમલા (New York Twin tower attack)ના જવાબમાં ઓપરેશન શરૂ કર્યું હતું. પરંતુ આ 5 મોટા કારણો અમેરિકાની શક્તિશાળી છબીને તોડે છે.

1. યુએસ આર્મીની હાર

વિયેતનામ પછી અફઘાનિસ્તાનનું યુદ્ધ અમેરિકન ઇતિહાસમાં સૌથી લાંબુ યુદ્ધ છે. વિયેતનામમાં પણ અમેરિકાનો પરાજય થયો અને 1975માં તેમના સૈનિકો ત્યાંથી ચાલ્યા ગયા હતા. જેમ વર્ષોથી યુએસ લશ્કર માટે અફઘાન જનતાનું સમર્થન ઘટતું ગયું, તેમ યુએસ લશ્કરે પણ દુશ્મન સામે લડવાની પ્રેરણા ગુમાવી. ભારતે શ્રીલંકામાં ત્રણ વર્ષથી ઓછા સમયમાં (1987-1990) આ શીખ્યું, જેમાં લગભગ 90,000 સૈનિકો હતા. સોવિયેત સંઘ અફઘાનિસ્તાનમાં 10 વર્ષોમાં આ જ પાઠ ભણ્યા કે, યુદ્ધ હંમેશા અસ્થિર હોય છે અને અમેરિકનોએ તાલિબાન અને તેના સાથીઓ સામે નિર્ણાયક નોક-આઉટ પંચ માટે જવું જોઈતું હતું, ન કે લાંબા યુદ્ધ માટે.

2. તાલિબાનનો વિજય અને ISIની પકડ

કહેવાઈ રહ્યું છે કે તાલિબાનોએ પાકિસ્તાનની મદદથી આ યુદ્ધ જીતી લીધું. ISIએ સુન્ની સમુદાયના લડવૈયાઓને ત્યાં મોકલ્યા. ISIએ ઇસ્લામિક કેડર, હથિયારો, દારૂગોળો, બુદ્ધિ, રણનીતિ અને તબીબી સહાય પૂરી પાડી હતી. પાકિસ્તાન સમસ્યા અને સમાધાન બંને હતું અને જ્યાં સુધી ISIનું હેડક્વાર્ટર રાવલપિંડી યુદ્ધમાં નમી ન ગયું, ત્યાં સુધી અમેરિકા ક્યારેય જીતી શકે તેમ નહોતું. લગભગ એક દાયકા પહેલાં ઓક્ટોબર 2011માં અમેરિકાના તત્કાલીન વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને સ્પષ્ટપણે પાકિસ્તાની નેતૃત્વને કહ્યું હતું કે તેઓ પોતાના પાડોશીઓ પર હુમલો કરવા માટે 'સાપ' ન પાળી શકે.

3. અલકાયદા અને તાલિબાન સંબંધો

અમેરિકન સૈનિકો પાછા ભલે હટી ગયા, પરંતુ 17 ઓગસ્ટના રોજ બહાર પાડવામાં આવેલા ઓપરેશન ફ્રીડમના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે તાલિબાન અને અલ-કાયદા વચ્ચેના સંબંધો હવે વધુ મજબૂત થયો છે. યુએન સિક્યુરિટી કાઉન્સિલે જૂનના અહેવાલમાં જણાવ્યું હતું કે અલ કાયદાના નેતૃત્વનો નોંધપાત્ર હિસ્સો અફઘાનિસ્તાનમાં અને પાકિસ્તાનમાં સરહદ પાર રહે છે. સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે હક્કાની નેટવર્ક પણ તેમને મદદ કરી રહ્યું છે.

4. અમેરિકાએ ઇરાક અને અફઘાનિસ્તાનથી ધ્યાન હટાવ્યું, ચીનને ફાયદો

2018માં યુએસ નેશનલ ડિફેન્સ સ્ટ્રેટેજી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, યુએસ રાષ્ટ્રીય સુરક્ષામાં આંતરરાજ્ય સ્પર્ધા પ્રાથમિક ચિંતા હતી. કહેવાય છે કે ઇરાક અને અફઘાનિસ્તાન તરફ અમેરિકાના ધ્યાનથી ચીનને ફાયદો થયો. ચીનને આર્થિક અને લશ્કરી શક્તિ બનવામાં મદદ મળી ગઈ. ચીન હવે દુનિયાને કહેવાનો પ્રયાસ કરી રહ્યું છે કે અમેરિકા અફઘાનિસ્તાનમાં હાર્યું છે.

5. તાલિબાન જૂના વલણથી નથી બદલાયું

તાલિબાન કેબિનેટના 33માંથી 17 મંત્રીઓને સંયુક્ત રાષ્ટ્ર અથવા અમેરિકા અથવા બંનેએ વૈશ્વિક આતંકવાદી તરીકે નિયુક્ત કર્યા છે. સરકારમાં મહિલાઓ કે લઘુમતીઓનું કોઈ પ્રતિનિધિત્વ નથી. બે દાયકાની લડાઈ પછી તાલિબાન વધુ કટ્ટરપંથી બની ગયા છે, કારણ કે તેઓ માને છે કે તેઓએ શક્તિશાળી અમેરિકી સૈન્યને હરાવ્યું છે.
ગુજરાતના લેટેસ્ટ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. અમારા ફેસબુક પેજની મુલાકાત લો. લેટેસ્ટ વીડિયો અને બ્રેકિંગ  ન્યૂઝ માટે  અમારા ટ્વિટર હેન્ડલની મુલાકાત લો. યુટ્યુબ પર લાઇવ ટીવી જોવા માટે અહીં ક્લિક કરો.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: 9/11 Attack, US, અફઘાનિસ્તાન, તાલિબાન

આગામી સમાચાર