પત્નીએ સેવનું શાક ન બનાવ્યું તો પતિએ ઘર છોડ્યું, 17 વર્ષ બાદ થઈ સમજૂતી

સેવના શાકના કારણે પતિ-પત્ની 17 વર્ષ સુધી એક-બીજાથી અલગ રહ્યા. (પ્રતીકાત્મક તસવીર)

નારાજ પતિ મહારાષ્ટ્ર જઈને ઝૂંપડીમાં રહેવા લાગ્યો, જજ સાહેબે સમજૂતી કરાવવા બંનેને શિરડી દર્શને મોકલ્યા

 • Share this:
  મધ્ય પ્રદેશ : દેવાસ (Dewas)માં એક રસપ્રદ લડાઈનો ચુકાદો જજ સાહેબે સંભળાવ્યો છે. આ લડાઈ એક પૌઢ પતિ-પત્નીની વચ્ચે હતો. ઝઘડો માલવા (Malwa)ની જાણીતી સેવના શાક બનાવવાને લઈ થયો હતો. પત્નીએ પતિની ફરમાઇશ પર સેવનું શાક બનાવવાનો ઇન્કાર કરી દીધો હતો. તેનાથી નારાજ થઈને પતિ ઘર છોડીને ચાલ્યો ગયો હતો. આ ઝઘડો 17 સુધી ચાલ્યો.

  સેવના શાક માટે 'મહાયુદ્ધ'

  આ મામલો દેવાસીની નોટ બેંક પ્રેસથી નિવૃત્ત એક કર્મચારી અને તેની પત્ની વચ્ચે થયો હતો. નોકરીથી નિવૃત્ત થયા બાદ આ વ્યક્તિએ પોતાની તમામ સંપત્તિ અને પૈસા પોતાની પત્નીને નામ કરી દીધા હતા. એક દિવસ પતિને સેવનું શાક ખાવાની ઈચ્છા થઈ. પત્નીને તેની ફરમાઇશ કરી તો તેણે બજારથી સેવ લઈ આવવા માટે કહ્યું. હવે પતિ શું કરે. તેની પાસે તો પૈસા જ નહોતા. તમામ પૈસા પત્નીની પાસે જમા હતા.

  નારાજ પતિએ ઘર છોડ્યું

  પત્નીએ ન તો પતિને પૈસા આપ્યા અને ન તો જાતે બજારથી સેવ લઈને આવી. આમ, પતિની સેવનું શાક ખાવાની ઈચ્છા પૂરી ન થઈ શકી. તેનાથી પતિ એટલો નારાજ થઈ ગયો કે બીજા જ દિવસે ઘર છોડીને ચાલ્યો ગયો અને મહારાષ્ટ્રના એક નાના ગામમાં ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યો. ત્યારબાદ તેણે ભરણપોષણ માટે પત્ની પાસે પૈસા માંગ્યા. પતિની માંગ પત્નીને પસંદ ન આવી અને તેણે કોર્ટના દરવાજા ખખડાવ્યા.

  જજ સાહેબનો ચુકાદો

  જજ સાહેબે પતિ-પત્ની બંને સાથે અલગ-અલગ વાત કરી અને પછી એક સેવું પેકેટ મંગાવીને પત્નીને આપ્યું. તેઓએ પત્નીને આદેશ આપ્યો કે ઘરે જઈને પતિને સેવનું શાબ બનાવીને ખવડાવે. પતિ-પત્ની બંને એકસાથે ઘરે ચાલ્યા ગયા. ઘરમાં સેવનું શાક બનાવવામાં આવ્યું જે બંનેએ ખાધું. બીજા દિવસે ફરી બંને કોર્ટ આવ્યા. એક-બીજા પર હજુ વિશ્વાસ મૂકવો મુશ્કેલ હતો. પતિએ કોર્ટમાં કહ્યુ કે, એનો શું ભરોસો કે પત્ની ભવિષ્યમાં પણ સારો વ્યવહાર કરશે. સાથોસાથ તેણે સાંઈ બાબા (Sai Baba)ની કસમ ખાવા માટે કહ્યુ. જજ સાહેબે ત્યારબાદ બંનેને શિરડી (Shirdi) મોકલવાની વ્યવસ્થા કરી. પૌઢ પતિ-પત્ની શિરડી ગયા અને ત્યાંથી પરત ફર્યા બાદ સાથે રહેવા માટે સહમત થઈ ગયા. પતિની ઉંમર હાલ 79 વર્ષ અને પત્ની 72 વર્ષની છે.

  આ પણ વાંચો,

  ખિચોખિચ ભરેલી બસમાં કપલ શારીરિક સંબંધ બાંધી રહ્યું હતું, અરેસ્ટ વૉરન્ટ જાહેર
  Marutiની બમ્પર ઑફર! આ ગાડીઓ પર મળી રહ્યું છે 1 લાખથી વધુનું ડિસ્કાઉન્ટ
  Published by:Mrunal Bhojak
  First published: