Home /News /national-international /

RBI ગવર્નરનું રાજીનામું અને ચૂંટણીમાં BJPનાં 'વળતા પાણી'થી શેર માર્કેટમાં કડાકો

RBI ગવર્નરનું રાજીનામું અને ચૂંટણીમાં BJPનાં 'વળતા પાણી'થી શેર માર્કેટમાં કડાકો

પ્રતિકાત્મક તસવીર

દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામનાં આગલા દિવસે જ ઉર્જિત પટેલે રાજીનામુ આપતા દેશમાં સન્નાટો મચી ગયો હતો અને શેર બજારમાં મંગળવારે ઉથલપાથલ થાય તેવી શક્યતા અગાઉથી જ લાગતું હતું.

  સોમવારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયનાં ગવર્નર ઉર્જિત પટેલે અચાનક રાજીનામુ આપી દેતા સમગ્ર અર્થતંત્રને આંચકો લાગ્યો હતો. ઘણા લાંબા સમયથી ઉર્જિત પટેલ અને નરેન્દ્ર મોદી સરકાર વચ્ચે આરબીઆઇનાં મહત્વનાં નિર્ણયોને લઇને સંઘર્ષ ચાલી રહ્યો હતો. આ દરમિયાન પાંચ રાજ્યોનાં વિધાનસભા ચૂંટણી પરિણામોએ પણ શેર માર્કેટ પર અસર કરી હતી.  ભારતીય શેર માર્કેટ સતત બીજા સેશન્સમાં નેગેટીવ રીત ખુલ્યુ હતું.

  પાંચ રાજ્યોની ચૂંટણીમાં મતગણતરીમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપ પાછળ છે અને કોંગ્રેસ સત્તા તરફ આગળ વધી રહી છે. આના કારણે શેર માર્કેટમાં અસર થઇ છે અને કડાકો બોલ્યો છે.

  આજે મંગળવારે શેર માર્કેટમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો બોલ્યો હતો જ્યારે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનાં શેરોમાં તેજી જોવા મળી હતી. ખાસ કરીને રૂપિયાનાં નબળાઇને કારણે આઇટીનાં શેરોમાં થોડી સારી સ્થિતિ જોવા મળી હતી.

  વૈશ્વિક પરિબળોમાં ડોલર અને રૂપિયા, બોન્ડ માર્કેટ અને સ્થાનિક પરિબળોએ શેર માર્કેટ પર અસર કરી શકે છે.  બ્રેન્ડ ક્રુડ ઓઇલનાં ભાવ સતત વધી રહ્યા છે. ઓપેક દેશોએ ઓઇલ ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય લેતા આ વૈશ્વિક સ્થિતિ સર્જાઇ છે.

  ઉર્જિત પટેલે રાજીનામુ આપ્યા પછી આરબીઆઇનાં ડેપ્યુટી ગવર્નર એન.એસ.વિશ્વનાથનને વચગાળાનાં ગવર્નર બનાવે તેવી શક્યતા છે.  જુલાઇ 2016માં એન.એસ. વિશ્વનાથનને આરબીઆઇનાં ડેપ્યુટી ગવર્નર તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. તેમની નિમણૂંક ત્રણ વર્ષ માટે કરવામાં આવી હતી.  જો તેમની વચગાળાનાં ગવર્નર તરીકે નિમણૂંક કરવામાં આવશે તો, આગામી શુક્રવારે યોજાનારી બોર્ડ મિટીંગ તેમના અધ્યક્ષ સ્થાને યોજાશે.

  આ દરમિયાન, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘે જણાવ્યું કે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનાં ગવર્નર ઉર્જિત પટલે રાજીનામુ આપ્યા પછી કહ્યું કે, આ આ એક દુખદ ઘટના છે અને ભારતીય અર્થતંત્રને મોટો ફટકો પડશે.

  દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામનાં આગલા દિવસે જ ઉર્જિત પટેલે રાજીનામુ આપતા દેશમાં સન્નાટો મચી ગયો હતો અને શેર બજારમાં મંગળવારે ઉથલપાથલ થાય તેવી શક્યતા અગાઉથી જ લાગતું હતું.

  મનમોહન સિંઘે એમ પણ કહ્યું કે, ઉર્જિત પટેલનાં રાજીનામાથી એ સ્પષ્ટ થાય છે કે, મોદી દેશની તમામ સ્વાયત્ત સંસ્થાઓને ખતમ કરવા માંગે છે. ટૂંકાગાળાના રાજકીય હેતુઓ પાર પાડવા માટે આ બધુ થઇ રહ્યું છે.  આરબીઆઇ ગવર્નરનાં રાજીનામાથી મને ખુબ દુખ થયું છે. ભારતીય અર્થતંત્રની એક તરફ ખરાબ હાલત છે એવા સમયે આ સમાચાર દેશનાં અર્થતંત્ર પર ખરાબ અસર કરશે”.

  55 વર્ષનાં ઉર્જિત પટેલે સપ્ટેમ્બર 5, 2016નાં રોજ, 24માં ગવર્નર તરીકે ચાર્જ સંભાળ્યો હતો.
  First published:

  આગામી સમાચાર