ન્યૂઝ 18 ગુજરાતી: એકતરફ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના ધારાસભ્યોની પક્ષ છોડી રહ્યાં છે, જેમાંથી કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાને કેબિનેટ મંત્રી પદ પણ મળી ગયું છે, ત્યારે બીજી તરફ પશ્ચિમ બંગાળના રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે. ભાજપ અહીંયા તૃણમૂલ કોંગ્રેસની મોટી વિકેટો ખેરવે તેવી શક્યતા છે. રાજ્યના વિદ્યાનગરના મેયર સબ્યસાચી દત્તા ભાજપમાં જોડાઈ શકે તેવી શક્યતા છે. શુક્રવારે દત્તાએ ભાજપના નેતા મુકુલ રોય સાથે મુલાકાત કરી હતી.
બંને નેતાઓની બેઠક ખૂબ જ મહત્ત્વની હતી. હકિકતે મુકુલ રોય સબ્યસાચી દત્તાના મેન્ટોર રહી ચૂક્યા છે. બંને નેતાઓનો દાવો છે કે મુકુલ રોય ભાજપમાં મળ્યા પછી તેમની ક્યારેય મુલાકાત થઈ નહોતી. એવી અટકળો છે કે સબ્યસાચી દત્તા કોલકત્તા નજીકની દમદમ અને બરાસત લોકસભા પરથી ચૂંટણી લડી શકે છે.
પાછલા મહિનાઓમાં ટીએમસીના અનેક નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા છે. જેમાં બિશનપુરના સાંસદ સૌમિત્ર ખાનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મુકુલ રોયે જણાવ્યું હતું કે વર્ષ 2019માં પશ્વિમ બંગાળમાં ભાજપ અને તૃણમુલ કોંગ્રેસ વચ્ચે સીધો જંગ થશે. રોયનો દાવો છે કે તેમને કોંગ્રેસ અને લેફ્ટના વોટ પણ મળશે. જાણકારોના મતે લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપ અનેક મોથા માટાને પક્ષમાં જોડી શકે છે.