સીમા વિવાદ મામલે ચીનની વાતચીતની રજૂઆત, LAC પર થશે લેફ્ટિનેંટ જનરલ સ્તરની બેઠક

સીમા વિવાદ મામલે ચીનની વાતચીતની રજૂઆત, LAC પર થશે લેફ્ટિનેંટ જનરલ સ્તરની બેઠક
ભારતીય સેના

આ બેઠકની રજૂઆત આ વખતે ચીન તરફથી આવી છે.

  • Share this:
    પૂર્વ લદાખની ગલવાન ખીણમાં (Galwan Valley Face off) ભારત અને ચીન વચ્ચે થયેલી સૈનિકોની હિંસક અથડામણ પછી (India-China Dispute) આજે ફરી એક વાર બંને દેશોના સૈન્ય અધિકારીઓ બેઠક કરશે. બેઠકમાં બંને દેશના અધિકારી સીમા પર ચાલી રહેલા તણાવને ઓછો કરવાની સાથે જ ગલવાનમાં થયેલી ઘટના મામલે ચર્ચા કરશે. ઉલ્લેખનીય છે કે બંને દેશોના સૈન્ય અધિકારીઓ આ બેઠક તેવા સમય થઇ રહી છે જ્યારે રવિવારે જળ, જમીન, વાયુ સેનાના પ્રમુખોને રક્ષામંત્રી રાજનાથ સિંહની તરફથી આ મામલે ખુલ્લી છૂટ આપવામાં આવી છે.

    જાણકારી મુજબ ભારત અને ચીન વચ્ચે હાલ જે સીમા વિવાદ ચાલી રહ્યો છે તેની પર ફરી એક વાર સૈન્ય અધિકારીઓની બેઠક થશે. આ બેઠકની રજૂઆત આ વખતે ચીન તરફથી આવી છે. કહેવામાં આવ્યું છે કે આ બેઠક આ વખતને ચીનમાં આવેલા મોલ્ડોમાં કરવામાં આવશે. બેઠકમાં બંને દેશોના સૈન્ય અધિકારીઓ સીમા પર વધી રહેલા વિવાદને દૂર કરવા પર વાતચીત કરશે. આ સાથે જ ગલવાન ખીણમાં જે હિંસક અથડામણ થઇ તે મામલે પણ ચર્ચા કરવામાં આવશે. 6 જૂને પછી બીજી વાર હવે બંને દેશોના સૈન્ય અધિકારી વાતચીત કરી રહ્યા છે.



    બીજી તરફ ગૃહમંત્રાલયે ભારત અને ચીની બોર્ડર મેનેજમેન્ટને લઇને એક મોટી બેઠક બોલાવી છે. ઉલ્લેખનીય છે કે બોર્ડર મેનેજમેન્ટને લઇને એક સપ્તાહમાં બીજી વાર આ બેઠક બોલાવવામાં આવી છે. બોર્ડર મેનેજમેન્ટની અધ્યક્ષતામાં થઇ રહેલી આ બેઠકમાં બોર્ડર રોડ ઓર્ગેનાઇજેશન (BRO), ITBP, CPWD અને ગૃહ મંત્રાલયના અધિકારીઓ હાજર છે. બેઠકમાં સીમા પર જલ્દી જ રોડ માર્ગ બનાવાના કામને પૂર્ણ કરવાની રણનીતિ પર ચર્ચા ચાલુ છે. ઉલ્લેખનીય છે કે આઇસીબીઆર ફેઝ 2 એટલે કે ઇન્ડો ચાઇના બોર્ડર રોડના કામમાં 32 રસ્તોઓનું નિર્માણ થશએ. ગૃહ મંત્રાલયના સુત્રો મુજબ આ રસ્તાઓના નિર્માણ કાર્યને તમામ એજન્સીના સહયોગથી વધુ ગતિ આપવામાં આવશે.

    વધુ વાંચો : મનમોહન સિંહે સરકારને ચેતવ્યા, કહ્યું -'ભ્રામક પ્રચાર મજબૂત નેતૃત્વનો વિકલ્પ ન બની શકે'

    સુત્રોએ કહ્યું કે ગલવાન ખીણની ઘટના પછી ભારતીય સૈનિક અથડામણની સ્થિતિમાં હથિયાર ઉપયોગ કરવાની ચાલી રહેલી લાંબી પરંપરાના હવે બાધ્ય નહીં રહે. સશસ્ત્ર બળો હવે ચીનના કોઇ પણ દુસહાસનો જડબાતોડ જવાબ આપવા પૂરી રીતે તૈયાર રહેવાનું કહ્યું છે. સીમા પ્રબંધન પર 1996 અને 2005ના થયેલા બે સમજૂતીને અનુરૂપ બંને દેશોની સેનાને ટકરાવની સ્થિતિમાં હથિયારોનો ઉપયોગ ન કરવાનો પારસ્પરિક નિર્ણય લીધો હતો.
    Published by:News18 Gujarati
    First published:June 22, 2020, 12:50 pm