નિર્ભયાની માતાને વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહની અપીલ, સોનિયાની જેમ દોષિતોને માફ કરી દો

News18 Gujarati
Updated: January 18, 2020, 9:44 AM IST
નિર્ભયાની માતાને વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહની અપીલ, સોનિયાની જેમ દોષિતોને માફ કરી દો
સોનિયા ગાંધીએ રાજીવ ગાંધીના હત્યાના મામલામાં દોષી નલિનીને માફ કરી દીધી હતી, તેવું જ નિર્ભયાની માતાએ પણ કરવું જોઈએ : ઈન્દિરા જયસિંહ

સોનિયા ગાંધીએ રાજીવ ગાંધીના હત્યાના મામલામાં દોષી નલિનીને માફ કરી દીધી હતી, તેવું જ નિર્ભયાની માતાએ પણ કરવું જોઈએ : ઈન્દિરા જયસિંહ

  • Share this:
નવી દિલ્હી : નિર્ભયા (Nirbhaya gang rape)ના ચારેય દોષિતોની ફાંસીની તારીખ લંબાવવાને લઈ એક તરફ પીડિતાની માતા આશા દેવી દુ:ખી છે, બીજી તરફ વકીલ ઈન્દિરા જયસિંહ (Indira Jaising)એ પોતાના એક નિવેદનથી સમગ્ર દેશને ચોંકાવી દીધું છે. વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહે નિર્ભયાની માતાને અપીલ કરી છે કે તેઓ દોષિતોને માફ કરી દે અને સોનિયા ગાંધી (Sonia Gandhi)નું અનુકરણ કરે. તેઓએ કહ્યું કે, જે રીતે સોનિયા ગાંધીએ રાજીવ ગાંધી (Rajiv Gandhi)ના હત્યાના મામલામાં દોષી નલિનીને માફ કરી દીધી હતી, તેવું જ નિર્ભયાની માતાએ પણ કરવું જોઈએ.

નિર્ભયા મામલામાં દોષિતોના મોતની તારીખ ફરી એકવાર આગળ લંબાવતાં દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર સામ-સામે આવી ગઈ છે. આ દરમિયાન વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહે ટ્વિટ કરીને કહ્યું છે કે, હું આશા દેવીનું દર્દ પૂરી રીતે સમજું છું. તેમ છતાંય હું તેમને અપીલ કરું છું કે તેઓ સોનિયા ગાંધીના ઉદાહરણનું અનુકરણ કર, જેઓએ નલિનીને માફ કરી દીધી અને કહ્યું કે તેઓ તેમના માટે મૃત્યુદંડ નથી ઈચ્છતા. અમે આપની સાથે છીએ, પરંતુ મૃત્યુદંડની વિરદ્ધ છીએ.

ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં વર્ષ 2012માં થયેલા બહુચર્ચિત નિર્ભયા ગેંગરેપ કેસના દોષિતોને ફાંસીમાં વિલંબને લઈ દિલ્હીમાં રાજકારણ તેજ થઈ ગયું છે. બીજી તરફ, તેને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે કહ્યું કે, પ્રકાશ જાવડેકરજીએ કંઈક કહ્યું હતું, સ્મૃતિ ઈરાનીએ પણ બીજું કંઈક કહ્યું. એક બીજા પર દોષ ઢોળવાથી કોઈ ફાયદો નહીં થાય. આપણે એક એવી વ્યવસ્થા બનાવવી પડશે, જ્યાં રેપિસ્ટને 6 મહિનાની અંદર ફાંસી આપવામાં આવે.

દિલ્હી સરકારના કારણે ફાંસીમાં વિલંબ થયો : પ્રકાશ જાવડેકર

નોંધનીય છે કે, કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે દિલ્હી સરકારની બેદરકારીના કારણે વર્ષ 2012ના દિલ્હી ગેંગરેપના દોષિતોને ફાંસી આપવામાં હવે વિલંબ થઈ રહ્યો છે. ન્યાય અપાવવામાં વિલંબ માટે આમ આદમી પાર્ટી જવાબદાર છે. કેન્દ્રીય મંત્રીએ કેજરીવાલ સરકાર પર સવાલ ઉઠાવતાં પૂછ્યું કે છેલ્લા અઢી વર્ષમાં દિલ્હી સરકારે દોષિતોની દયા અરજી દાખલ કરવાને લઈ નોટિસ જાહેર કેમ ન કરી?

આ પણ વાંચો, નિર્ભયા કાંડ : ગરદનનું માપ લેતાં જ ચોધાર આંસુએ રડવા લાગ્યા ચારેય દોષી, ચૂપ કરાવવા બોલાવવા પડ્યા કાઉન્સેલર
First published: January 18, 2020, 9:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading