Home /News /national-international /Vinod Dua passes away: વરિષ્ઠ પત્રકાર વિનોદ દુઆનું નિધન, પુત્રીએ social media ઉપર કરી પુષ્ટી
Vinod Dua passes away: વરિષ્ઠ પત્રકાર વિનોદ દુઆનું નિધન, પુત્રીએ social media ઉપર કરી પુષ્ટી
વિનોદ દુઆની ફાઈલ તસવીર
Vinod Dua passes away: શનિવારે વિનોદ દુઆની પુત્રી મલ્લિકાએ (Mallika dua) પોતાના ઇન્સ્ટાગ્રામ પોસ્ટ (Instagram) ઉપર પિતાના નિધનની પુષ્ટી કરી હતી. મલ્લિકાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું. મારા પિતા વિનોદ દુઆનું નિધન થયું છે.
નવી દિલ્હીઃ વરિષ્ઠ પત્રકાર વિનોદ દુઆ (Senior Journalist Vinod Dua)નું નિધન થયું છે. લાંબા સમયથી બીમારીના પગલે દિલ્હીની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. શનિવારે વિનોદ દુઆની પુત્રી મલ્લિકાએ (Mallika dua) પોતાના ઇન્સ્ટાગ્રામ પોસ્ટ (Instagram) ઉપર પિતાના નિધનની પુષ્ટી કરી હતી. મલ્લિકાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું. મારા પિતા વિનોદ દુઆનું નિધન થયું છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે. મલ્લિકાએ જણાવ્યું કે વિનોદ દુઆના અંતિમ સંસ્કાર (Vinod dua funeral) લોધી શ્મશાન ઘાટમાં કરવામાં આવશે.
વિનોદ દુઆના મૃત્યુના થોડા કલાકો પહેલા, મલ્લિકાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરીને એક ભાવનાત્મક પોસ્ટ લખી હતી. મલ્લિકાએ લખ્યું, “મારા પિતા અત્યારે લડી રહ્યા છે અને મને ખબર નથી કે આ હારેલી લડાઈ છે કે કંઈક. કોઈપણ રીતે જે હંમેશા યાદ રાખવું જોઈએ તે એ છે કે ભય અને નિરાશામાં બિનજરૂરી રીતે લાંબુ જીવન જીવવા કરતાં સારી રીતે જીવેલું જીવન વધુ મૂલ્યવાન છે.
કોણ છે વિનોદ દુઆ? વિનોદ દુઆ 67 વર્ષના હતા. તેમનો જન્મ નવી દિલ્હીમાં થયો હતો. દૂરદર્શન અને NDTV જેવી મોટી સંસ્થાઓમાં કામ કરી ચૂકેલા વિનોદ દુઆને 1996માં રામનાથ ગોએન્કા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સન્માનથી સન્માનિત થનાર તેઓ પ્રથમ ઈલેક્ટ્રોનિક મીડિયા પત્રકાર હતા. 2008માં તેમને પત્રકારત્વ માટે પદ્મશ્રીથી પણ નવાજવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા પણ વિનોદ દુઆના મૃત્યુની અફવા ઉડી હતી, ત્યારબાદ તેમની પુત્રીએ તેને નકારી કાઢી હતી.
'ઝાયકા ઈન્ડિયા કા' શોને દેશભરમાં લોકપ્રિયતા મળી હતી વિનોદ દુઆએ દૂરદર્શન અને એનડીટીવી જેવી ચેનલોમાં કામ કર્યું હતું અને હિન્દી ટીવી પત્રકારત્વમાં અગ્રણી હતા. તેમને રાજકારણથી લઈને રસોઈ સુધીની દરેક બાબતમાં બહોળો રસ હતો. તેમણે NDTV માટે લોકપ્રિય રાંધણ કાર્યક્રમ 'ઝાયકા ઈન્ડિયા કા' પ્રસ્તુત કર્યો, જેમાં તેમણે ભારતના વિવિધ શહેરો અને નગરોની વિવિધ ખાદ્ય સંસ્કૃતિઓની શોધ કરી. તેણે 'ધ વાયર' (હિન્દી) માટે 'જન ગણ મન કી બાત' કાર્યક્રમનું એન્કર પણ કર્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર