ન રહ્યા વરિષ્ઠ કવિ અને સાહિત્યકાર વિષ્ણુ ખરે, બ્રેન હેમરેજથી નિધન

News18 Gujarati
Updated: September 19, 2018, 6:37 PM IST
ન રહ્યા વરિષ્ઠ કવિ અને સાહિત્યકાર વિષ્ણુ ખરે, બ્રેન હેમરેજથી નિધન
વિષ્ણુ ખરેને લગભગ બે અઠવાડીયા પહેલા તેમના નિવાસ સ્થાન પર બ્રેન હેમરેજ થયું હતું

વિષ્ણુ ખરેને લગભગ બે અઠવાડીયા પહેલા તેમના નિવાસ સ્થાન પર બ્રેન હેમરેજ થયું હતું

  • Share this:
હિન્દી અકાદમીના ઉપાધ્યક્ષ અને હિન્દી સાહિત્યના પ્રખર વિદ્વાન અને મૂર્ધન્ય લેખક અનુવાદ અને પત્રકાર વિષ્ણુ ખરેનું ગુરૂવારે નિધન થયું છે. વિષ્ણુ ખરેને લગભગ બે અઠવાડીયા પહેલા તેમના નિવાસ સ્થાન પર બ્રેન હેમરેજ થયું હતું, તેમની દિલ્હીની જીબી પંત સુપર સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.

બ્રેન હેમરેજના કારણે તેમના શરીરનો એક ભાગ પેરાલિસિસનો ભોગ બની ગયો અને તે કોમામાં પણ હતા. તેમની હાલત નાજુક હતી. હોસ્પિટલના પ્રબંધક અનુસાર, વિષ્ણુ ખરેના ટ્રીટમેન્ટમાં સીનિયર ડોક્ટરો હાજર હતા, અને ન્યૂરો સર્જરી ડિપાર્ટમેન્ટના બે સીનિયર ઓફિસર તેમની હાલત પર દેખરેખ રાખી રહ્યા હતા.

મુંબઈથી આવ્યા હતા દિલ્હી

સુપ્રસિદ્ધ કવિ અને પત્રકાર વિષ્ણુ ખરે દિલ્હીમાં મયૂર વિહારના હિન્દુસ્તાન એપાર્ટમેન્ટમાં એકલા રહેતા હતા, તે હિન્દી અકાદમીના ઉપાધ્યક્ષ બન્યા બાદ મુંબઈથી દિલ્હી આવ્યા હતા, અને દિવસ પહેલા જ અચાનક તેમને મોડી રાત્રે બ્રેન હેમરેજ થયું હતું. બાદમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સાહિત્ય જગતમાં શોકની લહેર
વિષ્ણુ ખરેના નિધનની સૂચનાથી સાહિત્ય જગતમાં શોક છવાયો છે. વિષ્ણુ ખરે હિન્દી સાહિત્યની પ્રનિધિ કવિતાઓના સૌથી અલગ અને પ્રખર અવાજ હતા. વિષ્ણુ ખરે હિન્દી સાહિત્યમાં વિશ્વ પ્રસિદ્ધ રચનાઓના અનુવાદકના રૂપમાં પણ યાદ કરવામાં આવે છે.વિષ્ણુ ખરેને હિન્દી સાહિત્યના નાઈટ ઓફ ધ વ્હાઈટ રોજ સન્માન, હિન્દી અકાદમી સાહિત્ય સન્માન, શિખર સન્માન, રઘુવીર સહાય સન્માન, મૈથિલીશરણ ગુપ્ત સન્માનથી સન્માનિત કરવામાં આવેલા છે.
First published: September 19, 2018
વધુ વાંચો
अगली ख़बर