કોંગ્રેસના વરિષ્ઠ નેતા મોતીલાલ વોરાનું નિધન, રાહુલ ગાંધીએ શ્રદ્ધાંજલિ પાઠવી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મોતીલાલ વોરાનું નિધન, રાહુલ ગાંધીએ શ્રદ્ધાંજલિ પાઠવી
મોતીલાલ વોરાએ 93 વર્ષની ઉંમરમાં દિલ્હીની ફોર્ટિસ એસ્કોર્ટ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

મોતીલાલ વોરાએ 93 વર્ષની ઉંમરમાં દિલ્હીની ફોર્ટિસ એસ્કોર્ટ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

 • Share this:
  નવી દિલ્હી : કોંગ્રેસના વરિષ્ઠ નેતા મોતીલાલ વોરાનું (Motilal Vora) નિધન થયું છે. વોરાએ 93 વર્ષની ઉંમરમાં દિલ્હીની ફોર્ટિસ એસ્કોર્ટ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. રાહુલ ગાંધીએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

  કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તેમના નિધન પર દુ:ખ પ્રગટ કરતા ટ્વિટ કર્યું કે વોરા જી એક સાચા કોંગ્રેસી અને શાનદાર માણસ હતા. અમને તેમની ખોટ પડશે. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે મારી સ્નેહ અને સંવેદના છે.  મોતીલાલ વોરાની જૂના દિગ્ગજ રાજનીતિકોમાં ગણના થતી હતી. તે 50 વર્ષોથી કોંગ્રેસ સાથે સંગઠન અને સરકારમાં જોડાયેલા રહ્યા છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂકેલા મોતીલાલ વોરાની રાજનીતિક સફર 1960ના દાયકામાં શરૂ થઈ હતી. શરૂઆતમાં વોરા સમાજવાદી વિચારધારાવાળી પાર્ટી સાથે જોડાયેલા હતા પણ તે પછી 1970માં કોંગ્રેસમાં આવ્યા અને કોંગ્રેસ પાર્ટી અને રાજ્ય સરકારમાં ઉચ્ચ પદો પર રહ્યા પછી રાજ્યસભામાં પણ પહોંચ્યા હતા. વોરા વિવાદમાં પણ ફસાયા હતા. જોકે કેટલાક કારણોથી ગાંધી પરિવારના મનપસંદ રહ્યા હતા.

  આ પણ વાંચો - કોરોનાના નવા સ્ટ્રેનના કારણે ભારતે બ્રિટનથી આવતી ફ્લાઇટ્સ પર 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધ લગાવ્યો

  પ્રભાત તિવારી અને પંડિત કિશોરીલાલ શુક્લાની મદદથી 1970માં વોરા કોંગ્રેસમાં સામેલ થયા હતા. તેના એક દશકની અંદર તે ગાંધી પરિવારની ઘણા નજીક આવી ગયા હતા. તેમની કુશળતા અને એક દશકમાં મધ્ય પ્રદેશમાં ત્રણ વખત ચૂંટણી જીતવી ખાસ કારણ હતું. 1983માં ઇન્દીરા ગાંધી સરકારમાં વોરાને કેબિનેટ મંત્રી બનાવ્યા હતા. ઇન્દીરા ગાંધીની હત્યા પછી 1985માં વોરાએ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીનું પદ સંભાળ્યું હતું. આ પછી રાજીવ ગાંધી સરકારમાં પણ સામેલ થયા હતા. રાજ્યસભાના સદસ્ય તરીકે તેમને કેબિનેટ મંત્રી બનાવ્યા હતા.
  Published by:Ashish Goyal
  First published:December 21, 2020, 16:34 pm

  ટૉપ ન્યૂઝ