ભોપાલ: કોંગ્રેસ પક્ષે તેના પીઢ નેતા સત્યવ્રત ચતુર્વેદીને પક્ષમાં હાંકી કાઢ્યા છે. કારણ એમ છે કે, તેમના દીકરાને સમાજવાદી પાર્ટીએ મધ્યપ્રદેશમાં ધારાસભાની ચૂંટણી લડવા માટે ટિકિટ આપી છે એટલે આ કોંગ્રેસ નેતાએ દિકરા માટે સમાજવાદી પાર્ટી માટે પ્રચાર કર્યો હતો. પાર્ટીમાંથી હાંકી કઢાતા સત્યવ્રત ચતુર્વેદીએ કોંગ્રેસને થેંક્સ કહ્યું છે.
પીઢ રાજકારણી એવા સત્યવ્રત ચતુર્વેદી ઘણા દાયકાઓથી કોંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા છે. તેઓ કોંગ્રેસ પક્ષ તરફથી લોકસભા અને રાજ્યસભાની સાંસદ રહેલા છે અને કોંગ્રેસ પાર્ટીમાં પણ તેઓ મહત્વનાં હોદ્દાઓ પર રહ્યા છે.
મહત્વની વાત છે કે, મધ્યપ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સંકલન સમિતિમાં સત્યવ્રત ચતુર્વેદી સભ્ય હતા. આ સમિતિનાં અધ્યક્ષ પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ છે. તેઓ સમિતિથી નારાજ હતા તેમ જાણવા મળે છે. એટલા માટે કોંગ્રેસે તેમને હાંકી કાઢ્યા.
કોંગ્રેસનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર, સત્યવ્રત ચતુર્વેદી તેમના દીકરી નિતીન માટે કોંગ્રેસમાંથી ટિકિટ માંગતા હતા પણ કોંગ્રેસ તેમના દીકરાને ટિકિટ ન આપતા, તેણે સમાજવાદી પાર્ટીનાં ઉમેદવાર તરીકે રાજનગર બેઠક પરથી ફોર્મ ભર્યું. આ પછી સત્યવર્ત ચતુર્વેદી તેના દીકરાને જીતાડવા માટે ખુલ્લા ટેકામાં આવ્યા અને સમાજવાદી પાર્ટી માટે પ્રચાર શરૂ કર્યો.
મધ્યપ્રદેશની વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસની સ્ટાર પ્રચારકોની યાદીમાં સત્યવ્રત ચતુર્વેદીનું નામ હતું. કોંગ્રેસ પક્ષે કુલ 16 નેતાઓને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. કેમ કે, આ તમામ નેતાઓને ટિકિટ ન મળતા, અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર