Home /News /national-international /અહેમદ પટેલના નિધનથી કૉંગ્રેસમાં શોકનું મોજું, પ્રિયંકા ગાંધી, દિગ્વિજય સિંહ સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

અહેમદ પટેલના નિધનથી કૉંગ્રેસમાં શોકનું મોજું, પ્રિયંકા ગાંધી, દિગ્વિજય સિંહ સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

દિગ્વિજય સિંહે અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું કે, તેઓ કૉંગ્રેસીઓ માટે દરેક રાજકીય દર્દની દવા હતા

દિગ્વિજય સિંહે અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું કે, તેઓ કૉંગ્રેસીઓ માટે દરેક રાજકીય દર્દની દવા હતા

    નવી દિલ્હીઃ કૉંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલ (Ahmed Patel)ના નિધન પર કૉંગ્રેસ (Congress) પાર્ટીમાં શોકની લહેર દોડી ગઈ છે. દિગ્વિજય સિંહ (Digvijay Singh), પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra), અભિષેક મનુ સિંઘવી, અર્જુન મોઢવાડિયા સહિત અનેક સિનિયર નેતાઓએ અહેમદ પટેલને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી છે. દિગ્વિજય સિંહે કહ્યું કે અહેમદ પટેલ એક અભિન્ન મિત્ર, વિશ્વસનીય સાથી જતા રહ્યા. અમે બંને વર્ષ 1977થી સાથે રહ્યા. તેઓ લોકસભામાં પહોંચ્યા, હું વિધાનસભામાં. અમે તમામ કૉંગ્રેસીઓ માટે તેઓ દરેક રાજકીય દર્દની દવા હતા. મૃદૃભાષી, વ્યવહાર કુશળ અને હંમેશા હસતા રહેવું એ તેમની ઓળખ હતી.

    દિગ્વિજય સિંહે કહ્યું કે, કોઈ કેટલો પણ ગુસ્સે હોય તેમની એવી ક્ષમતા હતી કે તેઓ તેમને સંતુષ્ટ કરી પણ શકતા હતા. મીડિયાથી દૂર, કૉંગ્રેસના દરેક નિર્ણયમાં સામેલ. કડવી વાત પણ ખૂબ જ મીઠા શબ્દોમાં કહેવું તેમની પાસેથી શીખી શકતા હતા. કૉંગ્રેસ પાર્ટી તેમના યોગદાનને ક્યારેય નહીં ભૂલી શકે. અહમદભાઈ અમર રહો.

    પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વીટ કરીને અહેમદ પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કરતાં લખ્યું છે કે,  અહેમદજી એક એવા સિનિયર સાથી હતા જેઓ હંમેશા અમારી સાથે ઊભા રહ્યા. તેમની પાસેથી હું હંમેશા સલાહ અને મંત્રણા કરતી હતી. તેમના નિધનથી હું ખૂબ જ દુઃખી છું. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.

    ગુજરાત કૉંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ અહેમદ પટેલના નિધન પર ઊંડું દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, આજે ભારત માતાએ પોતાનો દીકરો ગુમાવી દીધો, અમે લોકોએ અમારા પ્રિય દોસ્ત, દાર્શનિક અને પથ પદર્શકને ગુમાવી દીધા. અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે અહેમદ પટેલ મારા માટે હંમેશાથી માર્ગ દર્શાવનારા બની રહેશે.



    અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, તેઓ અત્યાર સુધી જે નેતાઓને મળ્યા છે તેમાંથી અહેમદ પટેલ સૌથી તીક્ષ્ણ મેઘાના વ્યક્તિ હતા. તેઓએ લખ્યું કે તેમની પાસે અસાધારણ ટેલેન્ટ હતું. તેમની યાદ રાખવાની ક્ષમતા અદભૂત હતી.

    કૉંગ્રેસ નેતા સુષ્મિતા દેબે કહ્યું છે કે અહેમદ પટેલ પાર્ટી અને તેમના માટે શક્તિના સ્તંભ હતા. તેઓ લોકોની વાતોને ખૂબ ગંભીરતા અને ધૈર્યપૂર્વક સાંભળતા હતા. સુષ્મિતા દેબે કહ્યું કે તેઓ મુશ્કેલ ઘડીમાં હંમેશા તેમને સાચી અને યોગ્ય સલા હ આપતા હતા.
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો