7 ડોલમાં ભરીને રાખ્યા શબના ટુકડા, માતા-દીકરી દુર્ગંધ મારતાં ઘરમાં બે દિવસ રહ્યા

News18 Gujarati
Updated: August 19, 2019, 12:58 PM IST
7 ડોલમાં ભરીને રાખ્યા શબના ટુકડા, માતા-દીકરી દુર્ગંધ મારતાં ઘરમાં બે દિવસ રહ્યા
પોલીસને આશંકા છે કે બેરોજગાર દીકરાએ પૈસાને લઈને પિતાની હત્યા કરી હશે

પોલીસને આશંકા છે કે બેરોજગાર દીકરાએ પૈસાને લઈને પિતાની હત્યા કરી હશે

  • Share this:
તેલંગાનામાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. મલકજગિરીમાં એક વ્યક્તિની લાશ ટુકડાઓમાં મળી આવી. લાશના ટુકડા તેના જ ઘરમાં સાત પ્લાસ્ટિકની ઢોલમાં ભરેલા મળ્યા. ઘરથી આવી રહેલા ગંધથી પરેશાન પડોસીઓએ પોલીસને જાણ કરી. ત્યારબાદ પોલીસે લાશના જપ્ત કર્યા. 80 વર્ષીય વૃદ્ધની આ સંદિગ્ધ હત્યામાં તેના દીકરા, પત્ની અને દીકરી પર આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પોલીસે જણાવ્યું કે, રવિવારે તેમને પડોસમાં રહેતા કેટલાક લોકોએ ફોન કરીને જાણ કરી કે એસ. મૂર્તિના ઘરમાંથી ખૂબ જ ગંધ આવી રહી છે. પોલીસ તેમના ઘરે પહોંચીને તલાશી કરી તો સાત ડોલમાં શરીરના ટુકડા પડ્યા હતા. પોલીસે જણાવ્યું કે લાશના માથા, હાથ, પગના અનેક ટુકડા કરીને અલગ-અલગ ડોલમાં રાખવામાં આવ્યા હતા. પોલીસે શબના ટુકડા જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે જણાવ્યું કે એસ. મૂર્તિ કિશન માલગાડીમાં લોકો પાયલટ હતા. તેઓ મહારાષ્ટ્રના રહેવાસી હતા. લગભગ 20 વર્ષ પહેલા તેમનો પરિવાર મહારાષ્ટ્રથી આવીને હૈદરાબાદમાં વસ્યો હતો. તેમના ચાર સંતાનો છે. એક દીકરો ઘણા સમય પહેલા ગુમ થઈ ગયો હતો, એક દીકરીના લગ્ન થઈ ચૂક્યા છે અને બીજી દીકરી અવિવાહિત છે. જ્યારે એક અન્ય દીકરો કિશન તેમની સાથે રહેતો હતો.

આ પણ વાંચો, નશીલી દવા આપી સંબંધ બાંધ્યો, ધર્માંતરણ કરી નિકાહ કર્યાં, રાંચીથી લઈને દિલ્હી સુધી ઈજ્જત લૂંટી

એસીપી સંદીપે જણાવ્યું કે, ઘરમાં એસ. મૂર્તિની પત્ની અને દીકરી ઘરમાં હાજર હતા. તેઓએ પૂછપરછમાં હત્યાનો આરોપ બેકાર દીકરા કિશન પર મૂકયો. તેઓએ જણાવ્યું કે પૈસા માટે તે પોતાના પિતાને વારંવાર હેરાન કરતો હતો. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આરોપીએ પૈસાને લઈને પોતાના પિતાની હત્યા કરી હશે.

પોલીસના જણાવ્યા મુજબ, પોસ્ટમોર્ટમથી સામે આવ્યું છે કે એસ. મૂર્તિની હત્યા શુક્રવારે થઈ હતી. બે દિવસ સુધી માતા-દીકરી લાશની સાથે ઘરમાં જ રહી. પોલીસે જ્યારે મૃતકની પત્ની અને દીકરીને હત્યા વિશે ફરિયાદ ન કરવાનું કારણ પૂછ્યું તો તેઓએ કહ્યું કે તેમને કિશને ધમકી આપી હતી તેથી તેઓ ખૂબ ડરી ગયા હતા. પોલીસ હવે કિશનની શોધખોળ કરી રહી છે.આ પણ વાંચો, લોહીના સંબંધો તારતાર : ભાઇએ દુષ્કર્મ આચર્યું, માતાએ દેહવેપારમાં ધકેલી
First published: August 19, 2019
વધુ વાંચો
अगली ख़बर