વાજપાયીના અસ્થિ વિસર્જન કરવા જતા ભાજપના સાંસદ માંડ માંડ ડૂબતા બચ્યા

News18 Gujarati
Updated: August 26, 2018, 10:09 AM IST
વાજપાયીના અસ્થિ વિસર્જન કરવા જતા ભાજપના સાંસદ માંડ માંડ ડૂબતા બચ્યા
ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીના અસ્થિ વિસર્જન દેશની અલગ અલગ નદીઓમાં કરવામાં આવી રહ્યા છે.

ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીના અસ્થિ વિસર્જન દેશની અલગ અલગ નદીઓમાં કરવામાં આવી રહ્યા છે.

  • Share this:
ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીના અસ્થિ વિસર્જન દેશની અલગ અલગ નદીઓમાં કરવામાં આવી રહ્યા છે. આવી જ રીતે, ઉત્તર પ્રદેશમાં એક નદીમાં, અટલ બિહારી વાજપાયીના અસ્થિ વિસર્જન કરતી વખતે બોટમાં બેઠેલા ભાજપના નેતાઓ, ભાજપના સાંસદ અને ભાજપના ધારાસભ્ય બોટ ઉંધી વળી જતા માંડ માંડ ડૂબતા બચ્યા હતા.

આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર, ઉત્તરપ્રદેશના ભાજપના પૂર્વ પ્રમુખ રામાપતિ રામ ત્રિપાઠી, સાંસદ હરિશ દ્વિવેદી, ધારાસભ્ય દયારામ ચૌધરી તથા ભાજપના અન્ય નેતાઓ અને પોલીસ અધિક્ષક દિલીપ કુમાર ખિચોખિચ ભરેલી બોટમાં બેઠા હતા. આ સમયે નદીમાં બોટ ઉંધી વળી ગઇ હતી. જો કે, હાજર સુરક્ષા જવાનોએ નેતોઓને બચાવી લીધા હતા.

ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ રાજ શેખરે જણાવ્યુ કે, નદી કિનારે આ ઘટા બની બતી પણ સદભાગ્યે કોઇ દુર્ઘટના બની નહોતી. બોટ ઉંધી વળતા જે લોકો નદીમાં પડી ગયા હતા તેમને બચાવી લેવામાં આવ્યા હતા અને તાત્કાલિક રીત તેમને નદી કાંઠે લઇ આવવામાં આવ્યા હતા.

ભારતીય જનતા પાર્ટી દ્વારા વાજપાયીના અસ્થિઓને સમગ્ર દેશમાં મોકલામાં આવ્યા છે અને પાર્ટીના સ્થાનિક આગેવાનો દ્વારા જે-તે રાજ્યમાં અસ્થિ-કળશ યાત્રા કાઢવામાં આવે છે અને ત્યારબાદ આ અસ્થિઓને સ્થાનિક નદીઓમાં વિસર્જન કરવામાં આવે છે.

જો કે, આલોચકો કહે છે કે, ભાજપ વાજપાયીના અસ્થિ વિસર્જનમાં પણ રાજકારણ રમે છે. તેમની ભત્રીજીએ પણ આ આક્ષેપ લગાવ્યો હતો.
First published: August 26, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading