શિવ સૈનિકોની હત્યાની તપાસ યોગ્ય નહીં થાય તો હત્યારાઓને મારી નાંખીશુઃ ઠાકરે

 • Share this:
  શિવસેનાના સુપ્રિમો ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડનવીસની સરકારને ચીમકી આપતા કહયુ છે કે, બે શિવસૈનિકોની હત્યાની તપાસ યોગ્ય રીતે નહીં થાય તો, રાજ્યમાં તેમણે કાયદો અને વ્યવસ્થા હાથમાં લેવાનો વારો આવશે.

  પુનામાં એક કાર્યક્રમમાં બોલતા ઠાકરેએ કહયુ કે, ફડનવીસની સરકાર નબળી છે અને અમે સ્વતંત્ર ગૃહ મંત્રીની માંગણી કરીએ છીએ. જ્યાં સુંધી ભાજપની સરકાર ગુંડાઓનો સહારો લે છે ત્યાં સુંધી આ દેશમાં ક્યારે અચ્છેદીન આવશે નહીં

  તેમણે વધુમાં ઉમેર્યુ કે, બિહારમાં કાયદો અને વ્યવસ્થા સારી થાય છે અને મહારાષ્ટ્રમાં બગડતી જાય છે. એક શિવસૈનિકના મર્ડરના કેસમાં ભાજપના ધારાસભ્યની ધરપકડ કરવામાં આવી છે. આ ધારાસભ્ય અહેમદનગર જિલ્લામાંથી આવે છે. શિવસેનાના નેતાઓ-સજંય કોઠાર અને વસંત થુબેની 7 એપ્રિલના રોજ હત્યા કરવામાં આવી હતી.

  ઉદ્ધવ ઠાકરે એ માંગણી કરી કે, આ કેસની તપાસ આઇપીએસ ઓફિસર ક્રિષ્ણા પ્રકાશને સોંપવામાં આવે અને ઉજ્જવલ નિકમને સરકારી વકીલ તરીકે નિમવામાં આવે. જો સકરાર આ હત્યારાઓ સામે પગલા લેવામાં નિષ્ફળ જશે, તો શિવસૈનિકો રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા હાથમાં લેતા ખચકાશે નહીં. જો ગુંડાઓને શિવસૈનિકો મારી નાંખશે તો તેની જવાબદારી સરકારની ગણાશે. અમારી સામે કેસો દાખલ કરતા નહીં.
  Published by:kiran mehta
  First published: