લગ્ન પહેલા વરરાજાઓ માટે અજીબોગરીબ ફરમાન, જાણીને લાગશે નવાઇ

News18 Gujarati
Updated: October 10, 2019, 10:04 PM IST
લગ્ન પહેલા વરરાજાઓ માટે અજીબોગરીબ ફરમાન, જાણીને લાગશે નવાઇ
પ્રતિકાત્મક તસવીર

મુખ્યમંત્રી કમલનાથની આ શરત વરરાજાઓ માટે થોડી અટપટી જરૂર લાગશે. કારણ કે મેરેજ સર્ટિફિકેટ આવી સેલ્ફીનો ફોટો લાગશે.

  • Share this:
રંજના દુબે, ભોપાલઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) સ્વચ્છતાને લઇને અભિયાન ચલાવી રહ્યા છે. પરંતુ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં સ્પચ્છતા સાથે મુખ્યમંત્રી વિવાહ યોજનાના (Chief Minister Marriage Scheme)માટે સરકારે હવે વરરાજાઓ (groom)માટે એક અજીબોગરીબ શરત રાખી છે. શરત એવી છે કે, હવે વરરાજાઓને ટૉઇલેટમાં ઊભા રહીને સેલ્ફી લેવી પડશે. ઘરમાં ટૉઇલેટ છે કે નહીં, સેલ્ફી (selfie)મોકલ્યા પછી જ વિવાહ થઇ શકશે. ટૉઇલેટ વાળી સેલ્ફી મોકલ્યા પછી જ મુખ્યમંત્રી વિવાહ યોજનાની 51,000 રૂપિયાની રકમ પણ મળશે. મુખ્યમંત્રી કમલનાથની (Chief Minister Kamal Nath) આ શરત વરરાજાઓ માટે થોડી અટપટી જરૂર લાગશે. કારણ કે મેરેજ સર્ટિફિકેટ (Marriage Certificate) આવી સેલ્ફીનો ફોટો લાગશે.

સરકારે બદલી શરત
વરરાજાઓ માટે ટૉઇલેટ વાળી સેલ્ફી જરૂરી છે. જો સેલ્ફી નહીં હોય તો કાઝી પણ નિકાહ નહીં કરાવે. મુખ્યમંત્રી કન્યાદાન વિવાહ અને નિકાહ યોજના માટે હવે શરત બદલાઇ ગઇ છે. વરરાજાઓને ટૉઇલેટમાં ઊભા રહીને સેલ્ફી લેવી જરૂરી છે અને તે ઍપ્લિકેશન ફોર્મમાં લગાવવી પણ જરૂરી છે. ટૉઇલેટની સેલ્ફી પછી જ વરરાજાના લગ્ન થશે. ઉલ્લેખનીય છે કે, 74 વરરાજાઓએ મુખ્યમંત્રી નિકાહ યોજના અંતર્ગત શૌચાલયમાં ઊભા રહીને પોતાની સેલ્ફી મોકલી છે.

આ પણ વાંચોઃ-ખુશખબર! આટલું કામ કરો અને 1% સુધી સસ્તી લોન મેળવો

વરરાજાઓ અજીબોગરીબ શરતથી છે નારાજ, દુલ્હન ખુશ
નિકાહ કરવા માટે સરકારે જે શરત રાખી છે એનાથી વરરાજાઓ નારાજ છે. યુસૂફનું કહેવું છે કે, લગ્ન માટે પ્રી વેડિંગ ફૉટોશૂટ તો સાંભળ્યું છે. પરંતુ લગ્ન કરવા માટે શૌચાલયવાળી સેલ્ફી લેવીએ શરમજનક છે. શૌચાલયમાં ઊભા રહીને ફોટો તો પાડ્યો છે પરંતુ શરમ આવી રહી છે. તેણે વધુમાં જણાવ્યું કે સરકારે આવું ન કરવું જોઇએ. ઘરમાં ટૉઇલેટ છે કે નહીં એ વાતની પુષ્ટી નગર નિગમના કર્મચારીઓએ લેવી જોઇએ. આ કર્મચારીઓ પોતે જ ઘરે આવીને પુષ્ટી કરી જાય. ત્યારબાદ જ દુલ્હનોના નિકાહ માટે 51,000 રૂપિયાની રકમ પણ આપે.આ પણ વાંચોઃ-રાત્રે યુવતીના ઘરે પ્રપોઝ કરવા પહોંચ્યો આશિક, કર્યું ખતરનાક કારસ્તાન

આ પણ વાંચોઃ-માતા-પિતાના ઝઘડામાં ભૂલથી પાંચ મહિનાના બાળકનું થયું મોત

મેરેજ સર્ટિફિકેટમાં લાગશે ટૉઇલેટની તસવીર, નિગમ કર્મચારી નારાજ
શૌચાલય સાથેની ફોટો લીધા પછી ફોટો મેરેજ સર્ટિફેકટમાં લાગશે. પરંતુ નગર નિગમના અધિકારીઓનું કહેવું છે કે, લગ્ન પહેલા ઘરમાં ટૉઇલેટ હોવાની તસવીરમાં કોઇ તકલીફ નથી. આ પહેલા પણ ઘરમાં ટૉઇલેટ છે કે નહીં એની જાણકારી આપવામાં આવે છે. આ સરકારને શરમ આવવી જોઇએ. એટલું જ નહીં પહેલા જે યુવતીઓના લગ્ન કરવામાં આવ્યા છે એમના ખાતામાં પણ 51,000 રૂપિયા હજી સુધી નથી પહોંચ્યા.
First published: October 10, 2019, 10:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading