કહેવાતા ધર્મગુરૂ આશુ મહારાજની મહિલા અને સગીરા પર દુષ્કર્મ કેસમાં ધરપકડ

News18 Gujarati
Updated: September 14, 2018, 4:18 PM IST
કહેવાતા ધર્મગુરૂ આશુ મહારાજની મહિલા અને સગીરા પર દુષ્કર્મ કેસમાં ધરપકડ
પ્રતિકાત્મક તસવીર

પિડીત મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, કહેવાતા ધર્મગુરૂ આસુ મહારાજે મહિલાની સગીર દિકરી પર પણ દુષ્કર્મ આચર્યુ હતું

  • Share this:
કહેવાતા અને બની બેઠેલા ધર્મગુરૂ આશુ મહારાજની મહિલા અને મહિલાની  સગીર દિકરી પર દુષ્કર્મ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, આશુ મહારાજનું પૂર્વ નામ આસિફ ખાન હતુ. આરોપી ધર્મગુરૂની તેના દિલ્હી ખાતેનાં આશ્રમમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યા અનુસાર, આશુ મહારાજની એક મહિલા અને એ મહિલાની સગીર દિકરી પર દુષ્કર્મનાં આરોપસર ધરપકડ કરવામાં આવી હતી.

ક્રાઇમ બ્રાંચે આશુ મહારાજનાં દિકરા સમર ખાનની પણ અટકાયત કરી હતી. આ માહિતી એડિશનલ કમિશ્નર ઓફ પોલીસ (ક્રાઇમ) રાજીવ રંજને આપી હતી. પોલીસે જણાવ્યુ કે, આશુ મહારાજ અને તેના દિકરા બંનેની કલ્લાકો સુંધી આ મામલે પુછપરછ કરવામાં આવી હતી.

પિડીત મહિલાએ પોલીસ ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે, કહેવાતા ધર્મગુરૂ, તેના દિકરા અને તેના મિત્રોએ તેના પર વારંવાર દુષ્કર્મ આચર્યુ હતું. મહિલાએ વધુમાં જણાવ્યુ હતું કે, આશુ મહારાજે આ મહિલાએ તેની સગીર દિકરીને પણ સાથે લાવવા કહ્યુ હતુ અને જ્યારે મહિલા તેની સગીર દિકરીને સાથે લાવી ત્યારે તેના પર પણ તેણે દુષ્કર્મ આચર્યુ હતું.

આ મામલે આશુ મહારાજ સામે હૌઝ ખાસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધવામાં આવી હતી. પ્રાથમિક તપાસનાં અંતે આ તપાસ દિલ્હી ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી હતી. છેલ્લા થોડા વર્ષોમાં ધર્મની આડમાં મહિલાઓના શારિરીક શોષણની અનેક ઘટનાઓ સામે આવી છે જેમાં આસારામનો પણ સમાવેશ થાય છે.

આ  પણ વાંચો:

દુષ્કર્મ કેસમાં આસારામને રાહત નહીં, ગુજરાત સરકારે સુપ્રીમમાં પક્ષ રાખવા માંગ્યો સમય 
First published: September 14, 2018, 3:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading