સંત કેશવાનંદ ભારતીનું નિધન, 47 વર્ષ પહેલા બંધારણના મૂળભૂત અધિકાર માટે લડી હતી ઐતિહાસિક લડાઈ

News18 Gujarati
Updated: September 6, 2020, 11:53 AM IST
સંત કેશવાનંદ ભારતીનું નિધન, 47 વર્ષ પહેલા બંધારણના મૂળભૂત અધિકાર માટે લડી હતી ઐતિહાસિક લડાઈ
સંત કેશવાનંદ ભારતી (જમણી બાજુ)

13 જજોની બેન્ચે સંત કેશવાનંદના પક્ષમાં બંધારણના મૌલિક અધિકારોને લઈ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો

  • Share this:
નવી દિલ્હીઃ સંત કેશવાનંદ ભારતી (Seer Kesavananda Bharati)નું નિધન થઈ ગયું છે. તેઓ 79 વર્ષના હતા. ભારતી કેરળના કાસરગોંડમાં એડનરી મઠના પ્રમુખ હતા .દેશ તેમને બંધારણને બચાવનારા નાગરિક તરીકે યાદ રાખશે. મૂળે આજથી 47 વર્ષ પહેલા એટલે કે 1973માં તેઓએ કેરળ સરકાર (Kerala Govt.)ની વિરુદ્ધ મઠની સંપત્તિને લઈને સુપ્રીમ કોર્ટ (Supreme Court of India)માં ઐતિહાસિક લડાઈ લડી હતી. તે સમયે 13 જજોની બેન્ચે સંત કેશવાનંદના પક્ષમાં બંધારણના મૌલિક અધિકારોને લઈ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. મૂળે કેરળ સરકારે તે સમયે તેમના મઠની સંપત્તિ પર અનેક પ્રકારના પ્રતિબંધો લગાવી દીધા હતા.

58 વર્ષ સુધી રહ્યા મઠ પ્રમુખ

સંત કેશવાનંદ ભારતીને શ્વાસ લેવામાં તકલીફ અને હાર્ટમાં મુશ્કેલીને કારણે તેમને મેંગલુરુની એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ વર્ષ 1961થી મઠના પ્રમુખ હતા. સંત હોવાની સાથોસાથ એક ક્લાસિકલ સિંગર પણ હતા. 15 વર્ષ સુધી તેએઓ યક્ષગાના મેળામાં ગાયક અને ડાયરેક્ટર તરીકે ભાગ લીધો. તેઓએ મઠમાં અનેક સાહિત્યિક કાર્યક્રમ પણ આયોજિત કર્યા. કર્ણાટક લોક સેવા આયોગના પૂર્વ અધ્યક્ષ અને સ્વામીજીના ભક્ત શ્યામ ભટે અંગ્રેજી અખબાર હિન્દુ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સંત કેશવાનંદ ભારતીએ યક્ષગાનને અલગ ઓળખ અપાવી હતી, તેની સાથોસાથ તેઓને એ પ્રમુખતા મળી જેના તેઓ હકદાર હતા.

આ પણ વાંચો, India-China Rift: રાજનાથ સિંહ સાથે વાત કરવા હોટલ સુધી પહોંચી ગયા હતા ચીની રક્ષા મંત્રી, 80 દિવસમાં 3 વાર સમય માંગ્યોઃ રિપોર્ટ

આ પણ વાંચો, અયોધ્યાઃ મંદિરમાં ઘૂસીને બદમાશોએ હિસ્ટ્રીશીટર પર વરસાવી ગોળીઓ, આ કારણે થયો હુમલો

મઠનો ઈતિહાસસંત કેશવાનંદ ભારતીએ માત્ર 19 વર્ષની ઉંમરે સંન્યાસ લીધો હતો. થોડા વર્ષ બાદ પોતાના ગુરુના નિધનના કારણે તેઓ એડનીર મઠના પ્રમુખ બની ગયા. આ મઠનો ઈતિહાસ લગભગ 1200 વર્ષ જૂનો માનવામાં આવે છે. આ જ કારણ છે કે કેરળ અને કર્ણાટકમાં તેમનું ખૂબ વધુ સન્માન છે. આ મઠનું ભારતની નાટ્ય અને નૃત્ય પરંપરાને પ્રોત્સાહન આપવામાં પણ અગત્યનું યોગદાજ છે. 60-70ના દશકમાં કાસરગોડમાં આ મઠની પાસે હજારો એકર જમીન પણ હતી.
Published by: Mrunal Bhojak
First published: September 6, 2020, 11:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading