Home /News /national-international /પાણીમાં નાના ભાઇની લાશ જોઇ મોટા ભાઇને આવ્યાં ચક્કર, કુવામાં પડતાં તેનું પણ મોત

પાણીમાં નાના ભાઇની લાશ જોઇ મોટા ભાઇને આવ્યાં ચક્કર, કુવામાં પડતાં તેનું પણ મોત

પ્રતિકાત્મક તસવીર

છત્તીસગઢનાં અંબિકાપુર (ChhattisGarh Ambikapur) જિલ્લામાં એક યુવક ઘણાં દિવસથી ગૂમ હતો. તેનાં પરિવારજનોએ તેનો ગૂમ થયાનો રિપોર્ટ પણ નોંધાવ્યો હતો. તેનો મોટો ભાઇ ગામનાં કુવા પાસે પહોંચ્યો તો તેણે નાના ભાઇની લાશ કુવામાં તરતી જોઇએ. જોઇને તેને ચક્કર આવ્યાં અને તે પણ કુવામાં પડી ગયો અને તેનું પણ મોત થઇ ગયું છે.

વધુ જુઓ ...
    છત્તીસગઢનાં અંબિકાપુર (Chhattisgarh Ambikapur) જિલ્લાનાં દરિમા થાણે વિસ્તારનાં અંતર્ગત પંચાયત કંઠીમાં હચમચાવી દેતી ઘટના સામે આવી છે. અહીં બે સગા ભાઇઓનું કુવામાં ડુબી જવાથી મોત થઇ ગયુ છે. SDRFની ટીમે કલાકોની મહેનત બાદ શવને કુવામાંથી બહાર કાઢી લીધું છે. બંને સગા ભાઇઓનાં મોતથી ગામમાં માતમ છવાઇ ગયું છે.

    કંઠી કવરપારા નિવાસી હરિમોહન યાદવ ગત 10 માર્ચથી લાપતા થઇ ગયા છે. તપાસ બાદ હરિમોહન યાદવ અંગે માહિતી ન મળી તો પરિજનોએ 12 માર્ચનાં ગૂમ થયાનો રિપોર્ટ દાખલ કરાવ્યો હતો. આજે સવારે જ્યારે મૃતકનો મોટો ભાઇ શિવચંદ યાદવ સવારે ઉંઘીને ઉઠ્યો અને કુવા પાસે પહોંચ્યો તો તેને અચાનક કુવામાં જોયુ તો તેનાં નાના ભાઇનું શવ નજર આવે છે.

    આ પણ વાંચો-8માં ધોરણમાં ભણતી વિદ્યાર્થિની ઘરેથી ભાગી, WhatsAppની બ્લોક લિસ્ટમાં મળ્યાં 36 છોકરાઓનાં નંબર!

    આ જોતા જ તેનાં પગ તળેથી જમીન ખસી ગઇ. તેની જાણકારી તેનાં ગામનાં સરપંચ અને અન્ય લોકોએ આપી હતી. જે બાદ તે કુવામાં ઝાંકતો રહે છે. તે જ સમયે તેને ચક્કર આવી ગયા અને તે કુવામાં પડી ગયો. તો તે કલાકો સુધી કુવામાંથી બહાર ન નીકળ્યો.
    " isDesktop="true" id="1189166" >

    તે બાદ ગામનાં સરપંચે તેની માહિતીની જાણકારી થાણે દરિમામાં આપી હતી. માહિતી મળ્યા બાદ પોલીસ ત્યાં પહોંચી પોલીસે બંનેનાં શવને કુવામાંથી બહાર કાઢવા માટે SDRFની ટીમ બોલાવી. ટીમે ભારે મહેનત બાદ બંને શવ કુવામાંથી કાઢ્યાં. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પરિજનોને સોંપી દીધો છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Both Brother Died in well, પોલીસ

    विज्ञापन
    विज्ञापन