સેક્સ સીડીકાંડ બાદ કર્ણાટકમાં રાજકારણ ગરમાયું, ભાજપે કોંગ્રેસના ડી.કે શિવકુમાર પર કર્યો હનીટ્રેપનો આક્ષેપ

કર્ણાટકના એક મંત્રી રમેશ ઝરકિહોલીના સેક્સ સીડી કાંડ બાદ તેમની પ્રતિભા પર કલંક લાગ્યો અને સમગ્ર નાટક ખુલ્લુ પડી રહ્યું છે. જેના કારણે કર્ણાટકના રાજકારણમાં અરાજકતા ફેલાઇ રહી છે

કર્ણાટકના એક મંત્રી રમેશ ઝરકિહોલીના સેક્સ સીડી કાંડ બાદ તેમની પ્રતિભા પર કલંક લાગ્યો અને સમગ્ર નાટક ખુલ્લુ પડી રહ્યું છે. જેના કારણે કર્ણાટકના રાજકારણમાં અરાજકતા ફેલાઇ રહી છે

 • Share this:
  ડી પી સતિષ

  કર્ણાટકના એક મંત્રી રમેશ ઝરકિહોલીના સેક્સ સીડી કાંડ બાદ તેમની પ્રતિભા પર કલંક લાગ્યો અને સમગ્ર નાટક ખુલ્લુ પડી રહ્યું છે. જેના કારણે કર્ણાટકના રાજકારણમાં અરાજકતા ફેલાઇ રહી છે. આ અંગે તેમના જૂના દુશ્મન ગણાતા કોંગ્રેસના અધ્યક્ષ ડી. કે શિવકુમાર ઝરકિહોલીને અપમાનીત કરશે જેથી શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે ઘમાસાણ થશે તે નક્કી છે.

  મહત્વનું છે કે, આખી ઘટનાની તપાસમાં એસઆઇટીને પહેલા થોડી સફળતા પણ મળી પરંતુ અંતે તે લોકોને મુદ્દાથી ભટકાવવામાં આવ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે, હજી માસ્ટરમાઇન્ડ ફરાર છે. મહત્વનું છે કે, 20 વર્ષીય યુવતીએ આક્ષેપ કર્યા કે ઝાકરીહોલીએ તેને નોકરીનું વચન આપીને જાતીય શોષણ કર્યું અને આ અંગેનો વીડિયો પણ તેણે લોન્ચ કર્યો હતો. આક્ષેપ કરનાર યુવતીએ સુરક્ષાની માંગ પણ કરી હતી. તેના માતા-પિતાએ સમગ્ર મામલે ડી.કે શિવકુમાર પર આક્ષેપ કરવામાં આવ્યો અને કહ્યું કે તેમની દિકરીનો ઉપયોગ હનીટ્રેપ માટે કરવામાં આવ્યો હતો.

  આ અંગે સ્પષ્ટતા કરતા કોંગ્રેસના ડી.કે.શિવકુમારે જણાવ્યું છે કે, તેમને સીડી સાથે કોઈ લેવાદેવા નથી અને કથિત માસ્ટરમાઇન્ડ નરેશ ગૌડા તેમને પત્રકાર પરિષદમાં મળ્યા હતા. જો કે કેસ સાથે સંકળાયેલા લોકોનું માનવું છે કે કેસનો અંત ડીકે શિવકુમારના ઘરે જ થશે.

  રાજ્ય કોંગ્રેસ જેણે તેને મોટો મુદ્દો બનાવ્યો તે હવે મૂંઝવણમાં મુકાયો છે. કારણ કે, તેમના જ પક્ષના એક નેતા પર આ હનીટ્રેપનો આક્ષેપ લાગ્યો છે. આ ઘટનામાં પ્રથમ વાત એવી હતી કે જળ સંસાધન મંત્રી રમેશ ઝરકિહોલી પર નોકરીનું વચન આપી યુવતી પર દુષ્કર્મ કરવાનો આરોપ લગાવ્યામાં આવ્યો હતો.

  ત્યારબાદ આક્ષેપ કરવામાં આવ્યો કે, યુવતીને હનીટ્રેપની કરવા માટે મોકલવામાં આવી હતી અને તે પીડિત નથી. ત્યારબાદ શિવકુમાર તરફ આક્ષેપો કરવામાં આવ્યા હતા.

  મહત્વનું છે, કે મુખ્ય પ્રધાનમંત્રી બીએસ યેદિયુરપ્પા તેમની 20 મહિનાની સરકારની છબીને લઈને ચિંતિત છે. તે તમામ ઘટનાઓ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય ધારાસભ્ય બસનાગૌડા આર પાટિલે દાવો કર્યો છે કે, મુખ્યમંત્રીની એક સીડી છે, જેને ભાજપ પાસે સરકાર સાથે વ્યક્તિગત મુદ્દાઓ ધરાવતા વ્યક્તિની વાતોને નકારી છે.
  Published by:kuldipsinh barot
  First published: