મુંબઈનગરીમાં વરસાદનો કહેર જોવા મળ્યો, જુઓ Video

News18 Gujarati
Updated: July 2, 2019, 11:38 AM IST
મુંબઈનગરીમાં વરસાદનો કહેર જોવા મળ્યો, જુઓ Video
મુંબઈમાં વરસાદનો કહેર

મુંબઈ એરપોર્ટની બાજુમાં આવેલા રસ્તાઓના ફૂટપાથ પાણીમાં ગરક થઈ ગયા છે. એટલું જ નહીં એરપોર્ટની આસપાસના રસ્તાઓ પર પડી ગયેલા ખાડાઓ ડ્રાઇવરો માટે મુસિબત બન્યા છે.

  • Share this:
મુંબઈ : મુંબઈમાં સતત વરસાદને કારણે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર પાણી ભરાઈ ગયું છે. આને લઈને મુંબઈ એરપોર્ટ સુધી પહોંચવું મુશ્કેલ બની ગયું છે. એરપોર્ટ પર જતા અમુક લોકોએ વીડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યા છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે લોકોએ ફ્લાઇટ પકડવા માટે કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

રસ્તા પર ગાડીઓના પૈંડા ડૂબી જાય એટલું પાણી ભરાયેલું છે. હાઇવે પર અનેક જગ્યાએ ખાડા પણ પડી ગયા છે. પાણી ભરાય પછી ખાડાઓ અંગે અંદાજ લગાવવાનું મુશ્કેલ બની જાય છે. એવામાં લોકો જીવના જોખમે એરપોર્ટ પહોંચી રહ્યા છે.

એરપોર્ટનો મુખ્ય રન વે બંધ

ભારે વરસાદને પગલે મુંબઈ એરપોર્ટનો મુખ્ય રન વે બંધ કરવાની ફરજ પડી છે. સોમવારે રાત્રે સ્પાઇસ જેટલી ફ્લાઇટ રન વેથી આગળ નીકળી ગયા બાદ આ નિર્ણય કરાયો છે. હાલ એરપોર્ટનો બીજો રન વે કાર્યરત છે. મુખ્ય રન વે બંધ હોવાને પગલે અસંખ્ય ફ્લાઇટો મોડી પડી રહી છે અને અમુક ઇન્ટરનેશનલ ફ્લાઇટોનો બીજા એરપોર્ટ પર મોકલવામાં આવી રહી છે.ફૂટપાથ ઉપર પાણીમુંબઈ એરપોર્ટની આસપાસ આશરે તમામ રસ્તાઓ પર ફૂટપાથ પર પાણી ભરાયું છે.

સ્પાઇસ જેટનું વિમાન રનવેથી આગળ નીકળી ગયું

સોમવારે રાત્રે ભારે વરસાદને પગલે મુંબઈ એરપોર્ટ પર સ્પાઇસ જેટનું વિમાન લેન્ડિંગ બાદ રન વેથી આગળ નીકળી ગયું હતું. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ ઘટનામાં કોઈને ઇજા પહોંચી નથી. બોઇંગ 737-800 વિમાન જયપુરથી મુંબઈ આવ્યું હતું.
First published: July 2, 2019, 10:48 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading