Farmers Protest: આ યુવા આંદોલનકારી ખેડૂતોની તાકાતનો પ્રતીક બન્યો, જાણો કારણ

Farmers Protest: આ યુવા આંદોલનકારી ખેડૂતોની તાકાતનો પ્રતીક બન્યો, જાણો કારણ
યુવા આંદોલનકારી નવદીપે વોટર કેનનને બંધ કરી પોતાની ટ્રોલીમાં છલાંગ મારી, વાયરલ થયો વીડિયો (Photo: Twitter)

યુવા આંદોલનકારી નવદીપે વોટર કેનનને બંધ કરી પોતાની ટ્રોલીમાં છલાંગ મારી, વાયરલ થયો વીડિયો

  • Share this:
    નવી દિલ્હીઃ કૃષિ કાયદાઓમાં (Farms Law 2020) ફેરફાર કરવાની માંગ પર અડગ એડૂતોના પ્રદર્શન ચાલી રહ્યા છે. ભારતમાં કેન્દ્ર સરકાર (Central Government)ની વિરુદ્ધ નારાજગીના દૃશ્યો દેશના રસ્તાઓ પર જોવા મળી રહ્યા છે. દેશના અનેક હિસ્સામાં શુક્રવારે ખેડૂતોએ કૃષિ કાયદાઓની (Agriculture Laws) વિરુદ્ધ મોટી સંખ્યામાં એકત્ર થઈને પોતાનો અવાજ બુલંદ કર્યો. બેરિકડ તોડીને આગળ વધી રહેલા ખેડૂતોને કાબૂમાં લેવા પોલીસે ટિયરગેસ અને વોટર કેનનો પણ સહારો લીધો. ખેડૂતોના આ વિરોધની અનેક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Social Media Viral Video) થઈ રહ્યા છે, પરંતુ આ જ આંદોલનકારીઓમાં એક યુવા ખેડૂતનો પ્રયાસ અનેક લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.

    વોટર કેનન બંધ કરીને પોલીસની ગાડી પર ચઢી ગયો યુવક



    સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવેલી જાણકારી મુજબ, આ વીડિયો કુરૂક્ષેત્રની પાસેનો છે. અહીં યુવા આંદોલનકારી પોલીસની ગાડી પર ચઢ્યો અને ખેડૂતો પર પાણીનો મારો કરી રહેલા કેનનને બંધ કરી દીધું. આ ઉપરાંત જ્યારે પોલીસ ગાડી તેને પકડવા પહોંચી તો તે કૂદીને પાછો પોતાની ટ્રોલીમાં પહોંચી ગયો. આ વીડિયોને ખેડૂતોની તાકાત તરીકે પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે.

    આ પણ વાંચો, પૂજારીએ મીઠાઈની લાલચ આપીને મંદિર પરિસરમાં રમતી 10 વર્ષની બાળકી પર પર આચર્યું દુષ્કર્મ

    આ યુવા આંદોલનકારીનું નામ નવદીપ સિંહ છે, જે અંબાલા જિલ્લાનો રહેવાસી છે. ગ્રેજ્યૂએટ નવદીપ 250થી વધુ ગામોના ખેડૂતોની સાથે વિરોધ પ્રદર્શનોમાં સામેલ થઈ રહ્યો છે. અંગ્રેજી વેબસાઇટ ધ ક્વિન્ટ મુજબ, નવદીપે એક પંજાબી ચેનલને જણાવ્યું કે, હું હંમેશાથી અભ્યાસ સાથે જોડાયેલી વ્યક્તિ રહ્યો છે અને આવા વિરોધ પ્રદર્શનમાં સામેલ થઈને ગાડી પર ચઢી જવાની કૂદવાની પ્રવૃત્તિ અગાઉ ક્યારેય નથી કરી. તેણે કહ્યું કે, આંદોલનકારીઓ બહાદુરીએ મને પ્રોત્સાહિત કર્યો છે.

    આ પણ વાંચો, Survey Report: લાંચખોરીમાં ભારતના લોકો એશિયામાં નંબર-1, પોલીસ સૌથી ભ્રષ્ટ

    તેઓએ જણાવ્યું કે, હું ટ્રેક્ટર ટ્રોલીથી ટ્રકની ઉપર ચઢ્યો અને કેનન સુધી પહોંચ્યો. મેં તેને બંધ કરી દીધું, પરંતુ એક પોલીસકર્મી સમને પકડવા ઉપર આવી ગયો હતો. જોકે તે સમયે મારા ભાઈ નજીકમાં ટ્રેક્ટર લઈને આવ્યા અને હું તેની પર કૂદી ગયો. નવદીપે જણાવ્યું કે પોલીસે તેમને ડંડાથી ફટકાર્યો હતો, પરંતુ તેમને પોલીસકર્મીઓ વિરુદ્ધ કોઈ નારાજગી નથી.
    Published by:Mrunal Bhojak
    First published:November 27, 2020, 11:30 am

    ટૉપ ન્યૂઝ