સંસદ પરિસરમાં મંગળવારે તે સમયે અફરાતફરી મચી ગઈ, જ્યારે એક કાર અસંતુલીત થી બેરિકેડ સાથે ટકરાઈ ગઈ. સવારે 11.40ની આસપાસ થયેલી આ ઘટના બાદ સંસદની સુરક્ષા વધારી દેવામાં આવી છે. સંસદમાં હાઈ એલર્ટ સુધી જાહેર કરી દેવામાં આવ્યું.
સંસદની સુરક્ષામાં રહેલા કમાન્ડોએ જેવી આ કારને અંદર ઘુસતા જોઈ, તેમણે તુરંત બંદૂક ધરી દીધી. બાદમાં તપાસમાં ખુલાસો થયો કે, આ કાર મણીપુરના કોંગ્રેસ સાંદ ડોક્ટર થોકચોમ મેનિયાની છે. સુરક્ષાકર્મીઓએ કારને કબજે લઈ તેની તપાસ શરૂ કરી દીધી છે. સુરક્ષાકર્મી ઘટનાની તપાસમાં લાગી ગયા છે.
શરૂઆતી તપાસમાં સામે આવ્યું કે, આ માત્ર એક દુર્ઘટના હતી અને ડ્રાઈવરનું સંતુલન બગડતા કાર બેરિકેડ સાથે ટકરાઈ ગઈ.
#UPDATE: The car belongs to Congress Lok Sabha MP from Manipur Dr Thokchom Meinya. Parliament security personnel are investigating the cause of the incident. https://t.co/xwqHu8yBeB
બતાવવામાં આવી રહ્યું છે કે, આ ઘટનામાં કોઈને કોઈ નુકશાન નથી પહોંચ્યું. જોકે, ગાડી જ્યારે ટકરાઈ તો ડ્રાઈવર સીટની એરબેગ ખુલી ગઈ. ઉલ્લેખનીય છે કે, આ સમયે સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું હતું, અને બુધવારે તેનો છેલ્લો દિવસ છે. એવામાં સંસદની સુરક્ષા ઘણી સખત રહે છે, તેમ છતા આ પ્રકારની ઘટનાની વાત સામે આવી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર