J&K : સોપોરમાં સુરક્ષાદળોએ લશ્કરના ટૉપ આતંકી આસિફને ઠાર માર્યો

News18 Gujarati
Updated: September 11, 2019, 12:21 PM IST
J&K : સોપોરમાં સુરક્ષાદળોએ લશ્કરના ટૉપ આતંકી આસિફને ઠાર માર્યો
ફાઇલ તસવીર

લશ્કર-એ-તોઇબાના ટૉપ આતંકી આસિફે ગત દિવસોમાં સોપોરમાં ફળના એક વેપારીના પરિવાર પર ફાયરિંગ કર્યું હતું, હુમલામાં પરિવારના ત્રણ સભ્યો ઘાયલ થયા હતા.

  • Share this:
સોપોર : જમ્મુ-કાશ્મીરના સોપોરમાં સુરક્ષાદળો સાથે થયેલી અથડામણમાં લશ્કરનો ટૉપ આતંકી આસિફ ઠાર મરાયો છે. પોલીસ સૂત્રોએ આ જાણકારી આપી હતી.

લશ્કર-એ-તોઇબાના ટૉપ આતંકી આસિફે ગત દિવસોમાં સોપોરમાં ફળના એક વેપારીના પરિવાર પર ફાયરિંગ કર્યું હતું, હુમલામાં પરિવારના ત્રણ સભ્યો ઘાયલ થયા હતા. ઘાયલોમાં આસમા જાન નામની એક બાળકી પણ સામેલ હતી. સોપોરમાં જ શફી આલમ નામના પ્રવાસી મજૂર પર થયેલા ગોળીબારમાં પણ આસિફનો જ હાથ હતો.

લશ્કર-એ-તોઇબાના ટૉપના કમાન્ડરને ઠાર મારતી વખતે જમ્મુ-કાશ્મીર પોલીસના બે જવાનો ઘાયલ થયા છે.આ પહેલા ભારતીય સેનાએ આ વર્ષે આઠ મહિના દરમિયાન 139 આતંકીઓને ઠાર કર્યા છે. આ સંખ્યામાં LoC (નિયંત્રણ રેખા)ની સાથે સાથે રાજ્યની અંદર વિવિધ વિસ્તારોમાં સેના સાથે અથડામણમાં માર્યા ગયેલા આતંકીઓનો પણ સમાવેશ થાય છે.
First published: September 11, 2019
વધુ વાંચો
अगली ख़बर