ભારત પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યું છે અને આતંકી કાશ્મીર ઘાટીમાં પોતાની નાપાક કરતૂતોને અંજામ આપી રહ્યા છે. શનિવાર પ્રજાસત્તાક દિવસે પણ આતંકીઓએ સુરક્ષા દળો પર હુમલા કર્યા, જેમાં સીઆરપીએફના પાંચ જવાન ઘાયલ થયા. આતંકીવાદીઓએ કાશ્મીર ઘાટીના પુલવામાના પંપોર અને ખાનમો વિસ્તારમાં હુમલા કર્યા. આતંકીઓએ SOG અને CRPF કેમ્પને નિશાન બનાવ્યા. ત્યારબાદ સુરક્ષા દળોએ આતંકીઓ વિરુદ્ધ જવાબી કાર્યવાહી શરૂ કરી. ખાનમોમાં બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.
પ્રજાસત્તાક દિવસની સવાર સુધી દક્ષિણ કાશ્મીરના પુલવામામાં આતંકીઓ અને સુરક્ષા દળોની વચ્ચે એન્કાઉન્ટર ચાલુ રહ્યું. અત્યાર સુધી સુરક્ષા દળોએ બે આતંકીઓને ઢાળી દીધા છે. આ પહેલા આ આતંકીઓની સંખ્યા 3થી 4 હોવાનું કહેવાતું હતું. આ આતંકી જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠનના હોવાનું કહેવાય છે. આ આતંકી પ્રજાસત્તાક દિવસ પર કોઈ મોટી વારદાતને અંજામ આપવાની તૈયારીમાં હતા.
આ પહેલા ગુરુવારે પાકિસ્તાને પુંછ, રાજૌરી સેક્ટર અને સુંદરબની સેક્ટર સહિત લાઇન ઓફ કન્ટ્રોલ (LoC)થી પાસેના ચાર સ્થાનો પર સીઝફાયર તોડ્યું હતું. આ વિસ્તારોમાં સરહદ પારથી સ્મોલ આર્મ્સથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું એન મોટારથી ગોળા ફેંક્યા હતા. ભારતીય સેનાએ પણ પાકિસ્તાનની આ નાપાક હરકતનો વળતો જવાબ આપ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર