જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોની મોટી કાર્યવાહી, ચાર આતંકીઓને ઠાર કર્યાં

શોપિયાં વિસ્તારમાં એન્કાઉન્ટર.

ભારતીય સુરક્ષાદળોએ જમ્મુ-કાશ્મીરના શોપિયાંના અસ્મિપોરા વિસ્તારને ઘેરી લીધો છે, અહીં આતંકીઓ છૂપાયા હોવાની ગુપ્ત માહિતી મળી હતી.

 • Share this:
  શ્રીનગર : જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના શોપિયાંમાં ભારતીય સુરક્ષાદળો (Indian Security Forces) અને આતંકી (Terrorist)ઓ વચ્ચે થયેલી અથડામણ (Encounter)માં ચાર આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. સુરક્ષાદળોએ શોપિયાંના અમ્શિપોરા વિસ્તારને ઘેરી લીધો છે. બંને તરફથી થઈ રહેલા ફાયરિંગના અવાજો સંભળાઈ રહ્યા છે. આતંકીઓ સાથે અથડામણને કારણે સ્થાનિક લોકોને બારી-દરવાજા બંધ રાખીને ઘરમાં જ રહેવાનું કહેવામાં આવ્યું છે. ફાયરિંગના અવાજ પરથી અંદાજ લગાવી શકતો હતો કે આતંકીઓ વધારે છે.

  પ્રાપ્ત વિગત પ્રમાણે ભારતીય સુરક્ષાદળોને ગુપ્ત જાણકારી મળી હતી કે શોપિયાંના અમ્શિપોરા વિસ્તારમાં અમુક આતંકીઓ છૂપાયેલા છે. આ લોકો કોઈ મોટો આતંકી ઘટનાને અંજામ આપવા જઈ રહ્યા છે. ગુપ્ત જાણકારીના આધારે સુરક્ષાદળોએ સ્થાનિક પોલીસ અને સીઆરપીએફને મળીને એક ટીમ તૈયાર કરી હતી. જે બાદમાં આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો. સુરક્ષાદળોએ વિસ્તારમાં તપાસ શરૂ કરતા જ આતંકીઓ તેમના પર ફાયરિંગ કર્યું હતું.

  જે બાદમાં જવાબી કાર્યવાહી કરતા સુરક્ષાદળોએે પણ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. અત્યારસુધી મળેલી માહિતી પ્રમાણે ચાર આતંકીઓ ઠાર કરી દેવામાં આવ્યા છે. સવાર સવારમાં અથડામણ શરૂ થતાં સુરક્ષાદળોએ લોકોને પોતાના ઘરોમાં જ રહેવાની અપીલ કરી છે. સુરક્ષાદળોએ આખા વિસ્તારને ઘેરી લીધો છે અને સતત ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે.
  Published by:Vinod Zankhaliya
  First published: