Home /News /national-international /Jammu-Kashmir: શ્રીનગરમાં સુરક્ષાદળોની મોટી સફળતા, ત્રણ આંતકવાદી ઠાર માર્યા

Jammu-Kashmir: શ્રીનગરમાં સુરક્ષાદળોની મોટી સફળતા, ત્રણ આંતકવાદી ઠાર માર્યા

સુરક્ષાદળની તસવીર

jammu kashmir news:કાશ્મીરમાં શ્રીનગરના (Srinagar) રામબાગ વિસ્તારમાં સુરક્ષાદળો અને પોલીસે (police) ત્રણ આતંકવાદીઓએ (Terrorists) ઠાર માર્યો હતો. આ આતંકવાદીઓ ક્યાંના હતા અને કયા સંગઠનના હતા એ હજી જાણવા મળ્યું નથી.

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir)સુરક્ષાદળોની (Security forces) મોટી સફળતા હાથ લાગી છે. કાશ્મીરમાં શ્રીનગરના (Srinagar) રામબાગ વિસ્તારમાં સુરક્ષાદળો અને પોલીસે (police) ત્રણ આતંકવાદીઓએ (Terrorists) ઠાર માર્યો હતો. આ આતંકવાદીઓ ક્યાંના હતા અને કયા સંગઠનના હતા એ હજી જાણવા મળ્યું નથી. સુરક્ષાદળ લાશોની ઓળખ કરવા માટેના પ્રયાસો કરી રહ્યા છે.

પ્રાપ્ત જાણકારીઓ પ્રમાણે રામબનમાં આતંકવાદીઓ સંતાયા હોવાની જાણકારી મળી હતી. સુરક્ષાદળો અને પોલીસે સંયુક્ત રૂપથી સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. સુરક્ષાદળો ઉપર આતંકવાદીઓ તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેના જવાબમાં સુરક્ષાદળોએ પણ ફાયરિંગ કર્યું હતું. જવાબી કાર્યવાહીમાં ત્રણ આંતકવાદીઓ ઠાર માર્યા ગયા હતા. સુરક્ષાદળોએ આખા વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરુ કર્યું હતું.



ઉલ્લેખનીય છે કે આ પહેલા સુરક્ષાદળોએ 20 નવેમ્બરે હિજ્બુલ મુજાહિદીનના કમાન્ડર મુદાસિર વાગે સહિત બે આતંકવાદીઓને ઠાર માર્યાહતા. એ પહેલા 17 નવેમ્બરે જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં પણ સુરક્ષાદળોએ બે અલગ અલગ અથડામણમાં બે રેજિસ્ટેંસ ફ્રન્ટના કમાન્ડર અફાક સિકંદર સહિત પાંચ આતંકવાદીઓને માર્યા હતા. (સમાચારમાં વધારે માહિતીની રાહ જોવાઈ રહી છે)
First published:

Tags: Jammu Kashmir, Security Force, Terrorists

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો