અયોધ્યા ચુકાદાનું કાઉન્ટડાઉન : પોલીસ અધિકારીઓની રજા રદ, દરેક જિલ્લામાં અસ્થાયી જેલ બનશે

ફેંસલાના કાઉન્ટડાઉન સાથે જ ઉત્તર પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. 15 ડિસેમ્બર સુધી પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. સાથે જ દરેક જિલ્લામાં અસ્થાયી જેલ બનાવવાની સૂચના આપવામાં આવી છે.

News18 Gujarati
Updated: November 8, 2019, 5:41 PM IST
અયોધ્યા ચુકાદાનું કાઉન્ટડાઉન : પોલીસ અધિકારીઓની રજા રદ, દરેક જિલ્લામાં અસ્થાયી જેલ બનશે
યોગી આદિત્યનાથ (ફાઇલ તસવીર)
News18 Gujarati
Updated: November 8, 2019, 5:41 PM IST
લખનઉ : અયોધ્યા (Ayodhya)ના રામ જન્મભૂમિ (Ram Janambhoomi) અને બાબરી મસ્જિદ (Babri Mosque) વિવાદમાં ચુકાદાની ઘડી નજીક છે. સુપ્રીમ કોર્ટમાં આ અંગે સુનાવણી બાદ ચુકાદો સુરક્ષિત રાખવામાં આવ્યા બાદ આશા છે કે 13 થી 15 નવેમ્બર વચ્ચે ગમે ત્યારે ચુકાદો આવી શકે છે. ફેંસલાના કાઉન્ટડાઉન સાથે જ ઉત્તર પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. 15 ડિસેમ્બર સુધી પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. સાથે જ દરેક જિલ્લામાં અસ્થાયી જેલ બનાવવાની સૂચના આપવામાં આવી છે.

દરેક જિલ્લામાં કંટ્રોલ રૂમ શરૂ કરવા આદેશ

ગુરુવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વીડિયો કૉન્ફરન્સથી દરેક DM (District Magistrates) અને SP (Superintendent of Police) સાથે વાત કરી હતી. યોગી આદિત્યનાથે આદેશ કર્યો કે રાજ્ય સ્તરે એક કંટ્રોલ રૂમ તેમજ દરેક જિલ્લામાં એક-એક કંટ્રોલ રૂમ તાત્કાલિક ધોરણે ઊભા કરવામાં આવે. આ કંટ્રોલ રૂમ 24 કલાક કામ કરશે. મુખ્યમંત્રીએ કોઈ પણ ઇમરજન્સી સ્થિતિમાં લખનઉ અને અયોધ્યામાં એક-એક હેલિકોપ્ટરની તાત્કાલિક વ્યવસ્થા કરવાનો આદેશ કર્યો છે.

દરેક જિલ્લામાં અસ્થાયી જેલ બનશે

બીજી તરફ સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખીને દરેક જિલ્લામાં અસ્થાયી જેલ બનાવવાની તૈયારી ચાલી રહી છે. અયોધ્યા જિલ્લાની આસપાસના જિલ્લાઓમાં સૌથી વધારે જેલો બનાવવામાં આવશે. આ માટે સ્કૂલોની પસંદગી કરવામાં આવી છે. આંબેડકરનગરમાં આઠ અસ્થાયી જેલ બનાવવામાં આવી છે. અયોધ્યા અને તેની આસપાસના વિસ્તારોમાં સુરક્ષાદળોની ઓછામાં ઓછી 50 કંપની તહેનાત કરી દેવામાં આવી છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં સુરક્ષાદળોની 70 કંપનીઓ તહેનાત છે.

અયોધ્યાના તમામ રસ્તાઓ બંધ

ચુકાદાને ધ્યાનમાં રાખીને આખા પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થા વધારે ચુસ્ત કરી દેવામાં આવી છે. આ ક્રમમાં અયોધ્યામાં રામ જન્મભૂમિ જતા તમામ માર્ગો સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યા છે. સાથે જ ટેઢી બજારમાં ટુવ્હિલર અને ફોર વ્હિલરના પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે.

આ પણ વાંચો : અયોધ્યા ચુકાદા પહેલા CJI રંજન ગોગોઈએ UPના DGP અને ચીફ સેક્રેટરી સાથે બેઠક કરી

RAFએ મોરચો સંભાળ્યો

સંભવિત ચુકાદાને ધ્યાનમાં રાખીને પ્રદેશના એડીજી અભિયોજન આશુતોષ પાંડેએ અયોધ્યા પહોંચીને કમાન સંભાળી છે. અયોધ્યાના સુરક્ષામાં સિવિલ પોલીસ ઉપરાંત પીએસી, આરપીએફને પણ તહેનાત કરાઈ છે. આ ઉપરાંત એટીએસ પણ અયોધ્યા પર નજર રાખી રહી છે. જાસૂસી એજન્સીઓને પણ સતર્ક કરી દેવામાં આવી છે. અયોધ્યા પર ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે.

First published: November 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...