ચીનની સેનાની ચાલાકીઓ પર નજર રાખશે ભારતીય સુરક્ષા એજન્સીઓ, તૈયાર થયો આખો પ્લાન

ચીનની સેનાની ચાલાકીઓ પર નજર રાખશે ભારતીય સુરક્ષા એજન્સીઓ, તૈયાર થયો આખો પ્લાન
ચીનની સેનાની ચાલાકીઓ પર નજર રાખશે ભારતીય સુરક્ષા એજન્સીઓ, તૈયાર થયો આખો પ્લાન

સેટેલાઇટ ભારતીય સેનાને ચીનની દરેક ગતિવિધિ અને ચાલ પર નજર રાખવામાં મદદ કરશે

 • Share this:
  નવી દિલ્હી : ચીની સેનાની ગતિવિધિઓ સાથે-સાથે ભારતીય ક્ષેત્રના દુર્ગમ ક્ષેત્રોમાં બધી 4000 કિલોમીટરની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)પર નજર રાખવાની માંગ કરતા ભારતીય સુરક્ષા એજન્સીઓએ કહ્યું કે આ માટે 4 થી 6 સેટેલાઇટની જરૂર છે. આ સેટેલાઇટ ભારતીય સેનાને ચીનની દરેક ગતિવિધિ અને ચાલ પર નજર રાખવામાં મદદ કરશે.

  ભારતીય સુરક્ષા એજન્સીઓને સેટેલાઇટની જરૂર તે સમયે લાગી જ્યારે ચીની સેનાએ એલએસી તરફથી શિનજિયાંગ ક્ષેત્રમાં એક અભ્યાસની આડમાં ભારે હથિયાર અને તોપખાના સાથે 40,000થી વધારે સૈનિક એકઠા કર્યા છે અને તેમને ભારતીય ક્ષેત્ર તરફ લઈ જવાનું શરુ કર્યું છે.  આ પણ વાંચો - આઇપીએલ 2020ને હવે સ્પોન્સર નહીં કરે ચીની કંપની વીવો, કરાર સસ્પેન્ડ

  રક્ષા સૂત્રોના હવાલાથી ન્યૂઝ એજન્સી ANIને કહ્યું કે ભારતીય ક્ષેત્ર અને એલએસી પર દુર્ગમ વાળા ક્ષેત્રોમાં ચીની બળોની ગતિવિધિઓ પર નજર રાખવા માટે સેટેલાઇટ જરૂરી છે. રક્ષા સૂત્રોનું કહેવું છે કે આ સેટેલાઇટ્સમાં હાઇ રિઝોલ્યૂશનવાળા સેન્સર અને કેમેરા છે. જે નજીકથી નજર રાખવામાં મદદ કરી શકે છે. આટલું જ નહીં તેના દ્વારા નાની નાની ચીજો અને વ્યક્તિઓ ઉપર પર નજર રાખવામાં સક્ષમ છે.

  તેમણે કહ્યું કે તેનાથી ક્ષમતા અને સંપત્તિથી દેશને ચીની અને અન્ય સહયોગીઓ પર નજર રાખવા માટે વિદેશી નિર્ભરતા ઓછી કરવામાં મદદ મળશે. સૂત્રોએ કહ્યું કે ભારતીય સશસ્ત્ર બળો પાસે પહેલા જ કેટલાક સૈન્ય ઉપગ્રહ છે. જે પ્રતિકુળ પરિસ્થિતિઓ પર નજર રાખવા માટે ઉપયોગ કરવામાં આવે છે પણ આ ક્ષમતાને વધારે મજબૂત કરવાની જરૂર છે.
  Published by:Ashish Goyal
  First published:August 06, 2020, 17:33 pm

  ટૉપ ન્યૂઝ