Home /News /national-international /આસારામના કેસના ચુકાદાને ધ્યાનમાં રાખતા જોધપુરમાં આજથી લાગી કલમ 144

આસારામના કેસના ચુકાદાને ધ્યાનમાં રાખતા જોધપુરમાં આજથી લાગી કલમ 144

    સગીરાના યૌન શોષણના આરોપમાં જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ આસારામ મામલામાં 25 એપ્રિલના રોજ આવનારા નિર્ણયને જોતા જોધપુર પોલીસ કમિશ્નેટ ક્ષેત્રમાં શનિવારથી ધારા 144 લાગૂ કરી દીધી છે.

    144 ધારા લાગુ થતા પાંચ અથવા પાંચથી વધુ લોકો એક સાથે એકત્રીત થઇ શકશે નહીં. જ્યારે ચુકાદો સંભાળવવામાં આવશે ત્યારે મોટી સંખ્યામાં આસારામના સમર્થકો એકઠા થવાના ડરને ધ્યાનમાં લઇને પોલીસ પ્રશાસને આ નિર્ણય લીધો છે. એટલું જ નહીં જોધપુર શહેરમાં નાકાબંધી પણ કરી દેવામાં આવશે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે.

    મહત્વનું છે પોલીસને સૂત્રો દ્વારા જાણકારી મળી હતી કે આસારામના સમર્થકો વધારે સંખ્યામાં જોધપુર આવી રહ્યા છે જેને કારણે પોલીસે હાઇકોર્ટને નિર્ણય જેલમાં જ સંભળાવવા આગ્રહ કરતા પોલીસની અરજી કરી હતી. હવે તેને માન્ય રાખી આ નિર્ણયની જેલમાં જ સુનાવણી કરાશે.

    પોલીસની અરજી સ્વિકારતા જજ ગોપાલકૃષ્ણ વ્યાસ અને જજ રામચંદ્ર ઝાલાની બેંચે જેલમાં જ ચુકાદો સંભળાવવાનો નિર્ણય આપ્યો છે હવે જોધપુર જિલ્લા એસસી, એસટી કોર્ટના જજ મધુસુદન શર્મા જેલમાં જ નિર્ણય સંભળાવશે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Jodhpur jail, Rape-case, આસારામ

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन