મુંબઈમાં એક સપ્તાહ માટે 144ની કલમ લાગુ, ધરણાં અને રેલી પર પ્રતિબંધ

News18 Gujarati
Updated: March 2, 2020, 9:34 AM IST
મુંબઈમાં એક સપ્તાહ માટે 144ની કલમ લાગુ, ધરણાં અને રેલી પર પ્રતિબંધ
દિલ્હીમાં ભડકેલી હિંસા બાદ મુંબઈમાં તકેદારની ભાગરૂપે 144ની કલમ લાગુ

દિલ્હીમાં ભડકેલી હિંસા બાદ મુંબઈમાં તકેદારની ભાગરૂપે 144ની કલમ લાગુ

  • Share this:
મુંબઈ : સમગ્ર મુંબઈ (Mumbai) શહેરમાં આગામી એક સપ્તાહ માટે 144ની કલમ (Section 144) લાગુ કરવામાં આવી છે. એટલે કે હવે મુંબઈના કોઈ પણ વિસ્તારમાં એક સ્થળે 4-5 લોકોથી વધુ એકત્ર ન થઈ શકે. આ ઉપરાંત 9 માર્ચ સુધી ધરણા, રેલી, આતિશબાજી કે કોઈ અન્ય કાર્યક્રમના આયોજન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, દિલ્હી હિંસા બાદ કાયદો અને વ્યવસ્થા કાયમ રાખવા માટે આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે.

મુંબઈમાં છેલ્લા કેટલાક સમયથી નાગરિકતા સંશોધન કાયદા (CAA)ના કારણે શહેરમાં અનેક સ્થળે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. જોકે આ પ્રદર્શન શાંતિપૂર્ણ રહ્યા છે. પરંતુ ગત સપ્તાહે દિલ્હીમાં CAAની વિરુદ્ધ પ્રદર્શનમાં હિંસાનું રૂપ લઈ લીધું જેમાં અત્યાર સુધી 44 લોકોનાં મોત થઈ ગયા છે. રવિવારે પણ દિલ્હીમાં અનેક સ્થળે અફવાઓ પણ ફેલાઈ હતી. જેને ધ્યાનમાં લઈ મુંબઈમાં પણ કાયદો અને વ્યવસ્થા કાયમ રાખવા માટે પોલીસે 144ની કલમ લાગુ કરી છે. સુરક્ષાકર્મી નથી ઈચ્છતા કે કોઈ પણ ધરણા પ્રદર્શન દરમિયાન કોઈ હિંસા થાય.

આ દરમિયાન મહરાષ્ટ્રના નાયબ-મુખ્યમંત્રી અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અજિત પવાર (Ajit Pawar)એ કહ્યું કે CAA અને NRC પર રાજ્યના લોકોને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તેઓએ આ મુદ્દે ખોટી માહિતી ફેલાવનારા લોકોની ટીકા પણ કરી છે. એનસીપીના સંમેલનને સંબોધિત કરતાં તેઓએ CAA અને NRCની વિરુદ્ધ વિધાનસભામાં કોઈ પ્રકારનો પ્રસ્તાવ લાવવાની જરૂરિયાતને પણ નકારી દીધી હતી.

આ પણ વાંચો, દિલ્હી હિંસા : દોઢ ઈંચ માથામાં ઘૂસ્યું હતું આર્મેચર, જાતે હૉસ્પિટલ પહોંચી કહ્યું- 'આને બહાર કાઢો'
First published: March 2, 2020, 9:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading