શ્રીનગરમાં કલમ-144 લાગુ, ઉમર અબ્દુલ્લાએ નજરબંધ હોવાનો દાવો કર્યો

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા (ફાઇલ ફોટો)

શ્રીનગરમાં 5 ઓગસ્ટે કલમ-144 લાગુ કરવામાં આવી છે, જે આગામી આદેશ સુધી લાગુ રહેશે

  • Share this:
    જમ્મુ અને કાશ્મીરમાં કેટલાક સંભવિત મોટા નિર્ણયને લઈને વધી રહેલી અટકળોની વચ્ચે કાશ્મીરમાં મોબાઇલ અને ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યા છે. શ્રીનગરમાં 5 ઓગસ્ટે કલમ-144 લાગુ કરવામાં આવી છે, જે આગામી આદેશ સુધી લાગુ રહેશે. બીજી તરફ, જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ નજરબંધ હોવાનો દાવો કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ઉમર અબ્દુલ્લા ઉપરાંત મહબૂબા મુફ્તી અને પીપલ્સ કોન્ફરન્સના નેતા સજ્જાદ લોનને પણ નજરબંધ કરી દેવામાં આવ્યા છે.

    ઉમર અબ્દુલ્લાએ ટ્વિટ કર્યુ કે, મને લાગે છે કે આજે અડધી રાતથી મને નજરબંધ કરી દેવામાં આવ્યો છે અને મુખ્યધારાના અન્ય નેતાઓ માટે પણ આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

    આ પણ વાંચો, ઉમર અબ્દુલ્લાને શશિ થરૂરનું સમર્થન, કહ્યુ- તમે એકલા નથી

    જમ્મુ-કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી અને પીપલ્સ ડમોક્રેટિક પાર્ટી (પીડીપી)ની અધ્યક્ષ મહબૂબા મુફ્તીએ ટ્વિટ કરીને કહ્યું કે, કેવી સ્થિતિ છે કે અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિ જે શાંતિ માટે લડ્યા હતા, ઘરમાં નજરબંધ છે. દુનિયા જોઈ રહી છે કે જમ્મુ-કાશ્મીરમાં લોકો અને તેમના અવાજને દબાવવામાં આવી રહ્યો છે. એ કાશ્મીર જેણે એક ધર્મનિરપેક્ષ લોકતાંત્રિક ભારતને પસંદ કર્યુ હતું, અકલ્પનીય ઉત્પીડનનો સામનો કરી રહ્યું છે. જોગો ભારત જાગો.


    આ પણ વાંચો, આજે અટલ બિહારી વાજપેયીની ખોટ અનુભવાય છે : મહેબૂબા મુફ્તી

    આ પણ વાંચો, જમ્મુ કાશ્મીરમાં 15 ઓગસ્ટ સુધી ઇન્ટરનેટ પર પ્રતિબંધ, પરીક્ષાઓ રદ
    Published by:Mrunal Bhojak
    First published: