Home /News /national-international /

પોર્ન ઇન્ડસ્ટ્રીની 'કાળી બાજુ': પીળું દેખાય તે બધું સોનું નથી હોતું! બહારથી ભભકાદાર અંદર ડિપ્રેશન જ ડિપ્રેશન

પોર્ન ઇન્ડસ્ટ્રીની 'કાળી બાજુ': પીળું દેખાય તે બધું સોનું નથી હોતું! બહારથી ભભકાદાર અંદર ડિપ્રેશન જ ડિપ્રેશન

પ્રતીકાત્મક તસવીર

દુનિયાના અનેક દેશમાં પોર્ન ઇન્ડસ્ટ્રી (Porn industry) ખૂબ ઝડપથી ફેલાઈ રહી છે. આ ઇન્ડસ્ટ્રીમાં પૈસાની કોઈ કમી નથી છતાં અનેક પોર્ન સ્ટાર (Porn stars) આપઘાત કરી રહ્યા છે. એટલી કહી શકાય કે પીળું દેખાય છે તે બધું સોનું નથી.

  નવી દિલ્હી: ભારતમાં પોર્ન ફિલ્મો (Indian Porn Industry) જોનારો સૌથી મોટો યુવા વર્ગ છે. આખી દુનિયામાં સૌથી વધારે એડલ્ટ ફિલ્મ ભારતમાં જોવામાં આવે છે. આ ઇન્ડસ્ટ્રી વિશે કહેવામાં આવે છે કે તેમાં અઢળક પૈસા છે. આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો પાસે ક્યારેક પૈસાની અછત નથી થતી. પરંતુ અનેક વખત જે વસ્તુ બહારથી દેખાય છે તેવી હોતી નથી. ગત થોડા વર્ષોમાં આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અનેક એક્ટર્સે આપઘાત (Porn stars suicide) કરી લીધો છે. મોટાભાગના કેસમાં એવો ખુલાસો થયો છે કે તે લોકો ડિપ્રેશનમાં હતા. જો આ ઇન્ડસ્ટ્રીમાં અઢળક પૈસા છે તો લોકો ડિપ્રેશનમાં કેમ ચાલ્યા જાય છે?

  30 જૂનના રોજ 31 વર્ષીય ડેહલિયા સ્કાઇ (Dahlia Sky) લૉસ એન્જલસ ખાતે પોતાની કારમાં મૃત મળી આવી હતી. તેણે માથામાં ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. તપાસમાં માલુમ પડ્યું કે તેણી ડિપ્રેશનમાં હતી. તેણીને ચોથા સ્ટેજનું બ્રેસ્ટ કેન્સર હતું. એડલ્ટ ફિલ્મ બનાવતા હંસે જણાવ્યું કે, પોર્ન ફિલ્મમાં કામ કરવાથી તમે ડિપ્રેશનમાં આવી શકો છો. તમારી પાસે ખૂબ પૈસા હોય છે પરંતુ તમે એકલા પડી જાવ છે. કોઈ મિત્ર નહીં તેમજ પરિવાર સાથે સંબંધ પણ તૂટી જાય છે.

  આ પણ વાંચો: જોઈન્ટ હોમ લોન લેવી કે નહીં? જાણો તેના ફાયદા અને લોન લેતા પહેલા ધ્યાનમાં રાખવાની બાબતો 

  ગત મહિને લૉસ એન્જલસમાં જ અમેરિકન પોર્ન સ્ટાર ડકોટા સ્કાઈએ પણ પોતાના ઘરે આપઘાત કરી લીધો હતો. તેણી પણ પોતાની વ્યક્તિગત જિંદગીમાં પરેશાન હતી. આ ઉપરાંત એક ફોટોશૂટને કારણે તેણીને ઑનલાઇન ટ્રોલ કરવામાં આવી હતી. આ બધુ તેણી સહન કરી શકી ન હતી અને આપઘાત કરી લીધો હતો. ડકોટાના નજીકના મિત્રએ ધ સનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, આ ઇન્ડસ્ટ્રીમાં અનેક પડકાર છે. તમને અનેક રીતે નીચા દેખાડવામાં આવી શકે છે. તમે બિલકુલ એવો અંદાજ ન લગાવી શકો કે કોના દિમાગમાં શું ચાલી રહ્યું છે. કેમેરો બંધ થયા બાદ કેમેરામેન, પ્રોડ્યુસરથી લઈને લાઇટ બૉય શું કૉમેન્ટ કરે તે કહી શકાય નહીં.

  આ પણ વાંચો: ગુજરાતમાં આ તારીખથી વરસાદનું જોર ફરી વધશે, ભારેથી અતિભારે વરસાદની આગાહી

  સાતમી જુલાઈના રોજ રશિયન પોર્ન અભિનેત્રી ક્રિસ્ટીના લિસિન (Kristina Lisina) 22માં ફ્લોર પરથી પડીને મોતને ભેટી. થોડા સમય પહેલા જ તેણીએ નવો બોયફ્રેન્ડ બનાવ્યો હતો અને પોર્ન ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું હતું. આથી અચાનક થયેલા તેણીના મોતને કારણે તમામ લોકો વિચારતા થયા હતા. ક્રિસ્ટીનાના મોત અંગે તેણીના મિત્રોએ જણાવ્યું કે, મોત પાછળ અનેક રહસ્યો છે જે કદાચ તેની સાથે જ ચાલ્યા ગયા છે.

  આ પણ વાંચો: સુરત: બીજેપી કાર્યકર્તાએ બદનામ કરવાની ધમકી આપી યુવતી પર આચર્યું દુષ્કર્મ, 20 હજાર રૂપિયા પણ પડાવી લીધા

  એક વાત સ્પષ્ટ છે કે ઇન્ડસ્ટ્રી છોડ્યા બાદ તેણીને અનેક પ્રકારના મ્હેંણા ટોંણા સાંભળવા પડી રહ્યા હતા, જેનાથી તેણી પરેશાન હતી. આ તમામ વાત પરથી એક વાત સ્પષ્ટ છે કે પોર્ન ઇન્ડસ્ટ્રીની અંદરની દુનિયા એટલી ભભકાદાર નથી જેવી કહેવામાં આવે છે. અંદર ખૂબ ડિપ્રેશન છે, જે એક્ટર્સને આપઘાત કરવા સુધી દોરી જાય છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Porn Industry, Raj Kundra, અભિનેતા, આત્મહત્યા

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन