મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ : BJPના મૌન પાછળ શું છે રહસ્ય?

News18 Gujarati
Updated: November 6, 2019, 2:04 PM IST
મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ : BJPના મૌન પાછળ શું છે રહસ્ય?
અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસ (ફાઇલ તસવીર)

બીજેપીનું માનવું છે કે જો મહારાષ્ટ્રમાં બીજેપી સરકારમાંથી બહાર થઈ જશે તો લાંબા ગાળે તેને ફાયદો થશે

  • Share this:
અનિલ રાય, નવી દિલ્હી : મહારાષ્ટ્ર (Maharashtra)માં ચૂંટણી પરિણામ આવ્યાના 12 દિવસ બાદ પણ ભારતીય જનતા પાર્ટી (BJP)એ સરકાર રચવાનો ઔપચારિક દાવો રજૂ નથી કર્યો. બીજેપી અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ (Amit Shah)ની કાર્યશૈલી જોઈએ તો જે કંઈ પણ મહારાષ્ટ્રમાં થઈ રહ્યું છે તે તેમની કાર્યશૈલીથી મેળ નથી ખાતું. એવામાં સવાલ ઊભો થવો વ્યાજબી છે કે બીજેપી આ વખતે સરકાર બનાવવામાં આટલી મૌન કેમ છે? શું બીજેપીના શાંત રહેવાની પાછળ માત્ર વિધાનસભા (Assembly)માં ધારાસભ્યોનું વોટ ગણિત છે કે હાઇકમાન્ડ કોઈ બીજા પ્લાન પર કામ કરી રહ્યું છે.

બીજેપીના શાંત રહેવાનું આ છે અસલી કારણ

સૂત્રોનું માનીએ તો બીજેપીના હાઇકમાન્ડના કેટલાક નેતાઓનું માનવું છે કે મહારાષ્ટ્રમાં જો બીજેપી સરકાર બહાર થઈ જાય છે તો લાંબા ગાળે તેને ફાયદો છે, કારણ કે હાલના સમયમાં રાજ્યમાં બીજેપીને સૌથી વધુ ખતરો શિવસેનાથી છે. છેલ્લા એક દશકમાં બીજેપી દેશમાં એકલી હિન્દુ હિતૈષી પાર્ટી તરીકે સ્થાપિત થઈ છે, પરંતુ શિવસેના વારંવાર તેની આ છબિ પર હુમલો કરતું રહે છે. લોકસભા ચૂંટણી 2019ના ઠીક પહેલા પણ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ અયોધ્યાનો પ્રવાસ કરી રામ મંદિર મામલામાં બીજેપી સામે નિશાન સાધવાનો પ્રયાસ કર્યો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર સીટોની વહેંચણીમાં બીજેપી પર દબાણ લાવવાનો હતો. એવામાં જો શિવસેના એનસીપી અને કૉંગ્રેસની મદદથી રાજ્યમાં સરકાર બનાવી લે છે તો તેમની હિન્દુવાદી છબિ પર તેની સીધી અસર પડશે.

રાજનીતિના જાણકારો માને છે કે, ભલે બીજેપીને રોકવાના નામે શિવસેનાને કૉંગ્રેસ અને એનસીપીનું સમર્થન મળી જાય, પરંતુ એ સરકાર લાંબી નહીં ચાલે, એટલે કે મહારાષ્ટ્રમાં રાજકીય પાર્ટીઓનો વિદ્રોહ જશે અથવા તો ફરી વિધાનસભા ચૂંટણી યોજાશે, એવામાં તેનો સીધો ફાયદો બીજેપીને મળશે.

શિવસેનાને પણ ડર સતાવી રહ્યો છે

એવું નથી કે આ ગણિતને માત્ર બીજેપી નેતા જ સમજી રહ્યા છે. શિવસેનાને પણ ખબર છે કે જો એક વાર કૉંગ્રેસના સમર્થનથી સરકાર બનાવી લે છે તો તેનું ભવિષ્ય ખતરામાં છે, કારણ કે આ સરકાર થોડા દિવસ માટે જ ચાલશે. જો વિધાનસભા ચૂંટણી વહેલી યોજાય છે તો તેની પરંપરાગત વોટ બેન્ક માત્ર થોડાક દિવસોની સરકારના નામે ખસકી જશે. કદાચ એ જ કારણે મીડિયા સામે વારંવાર મોટામોટા નિવેદનો કરનારી શિવસેનાએ અત્યા સુધી રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીની સામે જઈને સરકાર રચવાનો ઔપચારિક દાવો રજૂ નથી કર્યો.આ પણ વાંચો,

નહેરુ મેમોરિયલ કૉંગ્રેસમુક્ત થયું, અમિત શાહની એન્ટ્રી
Exclusive: સંઘે શિવસેનાને સમજાવવાની જવાબદારી ગડકરીને સોંપી, 7-8 નવેમ્બરે નવી સરકાર શપથ લેશે
First published: November 6, 2019, 1:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading