EXCLUSIVE: અફઘાન સરકારનો 'સિક્રેટ ડેટા' પાક.ના હાથમાં? કાબુલથી ત્રણ વિમાન દસ્તાવેજ લઈને રવાના

તાલિબાનના ઝંડા સાથેના લોકોને નિયંત્રિત કરતો પાક. જવાન (તસવીર: રોઇટર્સ)

Afghanistan Crisis: પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે કામ કરી રહેલા સૂત્રએ સીએનએન-ન્યૂઝ18ને જણાવ્યું કે, આ ખૂબ જ ગુપ્ત દસ્તાવેજ હતા, જેને પાકિસ્તાનની ઇન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સે (ISI) પોતાના કબજામાં લઈ લીધા છે.

  • Share this:
    મનોજ ગુપ્તા, કાબુલ: તાલિબાન (Taliban) શાસિત અફઘાનિસ્તાન અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે સંબંધને લઈને એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. એવા સમાચાર છે કે અફઘાનિસ્તાન સરકારના અનેક ગુપ્ત દસ્તાવેજો (Secret documents of Afghanistan government) પાકિસ્તાનને હાથ લાગી ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ દસ્તાવેજોની સુરક્ષાને લઈને મોટો ખતરો ઊભો થઈ શકે છે. એક દિવસ પહેલા જ પાકિસ્તાને અફઘાનિસ્તાનની આર્થવ્યવસ્થાને નિયંત્રણ (Pakistan try to control Afghanistan economy)માં લેવાના ઈરાદા સાથે આર્થિક યોજનાઓની જાહેરાત કરી હતી.

    સૂત્રોના જણાવ્યા પ્રમાણે કાબુલમાં માનવીય સહાયતા લઈને પહોંચેલા ત્રણ C-170 વિમાન દસ્તાવેજોથી ભરાયેલા થેલા લઈને રવાના થયા છે. આ એવા સમયે થયું છે જ્યારે તાલિબાનની હંગામી સરકારે 11 સપ્ટેમ્બર એટલે કે અમેરિકામાં થયેલા આતંકી હુમલાની વરસી પર યોજનાર શપથગ્રહણ (Taliban postponed oath taking ceremony) સમારંભ ટાળી દીધો છે. તાલિબાને સાતમી સપ્ટેમ્બરના રોજ કામચલાઉ સરકારની જાહેરાત કરી હતી.

    પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે કામ કરી રહેલા સૂત્રએ સીએનએન-ન્યૂઝ18ને જણાવ્યું કે, આ ખૂબ જ ગુપ્ત દસ્તાવેજ હતા, જેને પાકિસ્તાનની ઇન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સે (ISI) પોતાના કબજામાં લઈ લીધા છે. આ દસ્તાવેજમાં મુખ્યરૂપે એનડીએસ ગુપ્ત દસ્તાવેજ, હાર્ડ ડિસ્ક્સ અને ડિજિટલ જાણકારી છે. શીર્ષ સૂત્રોએ જણાવ્યું કે, આ ડેટાનો ઉપયોગ ISI પોતાના માટે કરશે, જે સુરક્ષા માટે મોટો ખતરો બની શકે છે. સૂત્રોએ જણાવ્યું કે, આ તાલિબાન સરકારને પાકિસ્તાન પર નિર્ભર બનાવી દેશે.

    સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડેટા લાઇવ હતો, કારણ કે પાછલી અફઘાન સરકારને તેના કબજાની આશા ન હતી. સૈન્ય સમૂહોનું આ દસ્તાવેજ પર કોઈ જ નિયંત્રણ નથી, કારણ કે તેમના પ્રભારી કર્મચારી કામ પર પરત નથી ફર્યાં. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનમાં હાજર પાકિસ્તાનના રાજદૂત મંસૂર અહમદની મદદથી દસ્તાવેજ લીક થયા છે.

    ઉલ્લેખનીય છે કે પાડોશી દેશોએ વેપાર માટે પાકિસ્તાની રૂપિયાનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં તાલિબાનનો દ્વિપક્ષીય વેપાર અમેરિકન ડૉલરમાં થતો હતો, જ્યારે અફઘાનિસ્તાનનું ચલણ વધારે મજબૂત છે. આનાથી પાકિસ્તાનના ચલણની પકડ અફઘાનિસ્તાનના વેપારીઓ અને વેપારી સમૂહ વચ્ચે મજબૂત બનશે.

    થોડા દિવસ પહેલા જ ISI પ્રમુખ હામીદ ફૈઝને કાબુલમાં જોવામાં આવ્યા હતા. ત્યારથી એવું માનવામાં આવી રહ્યું હતું કે પાકિસ્તાન તાલિબાન શાસનમાં ભાગીદારીની શોધમાં છે. જેનો મોટો ઉદેશ્ય અફઘાન સૈન્યમાં થઈ રહેલા બદલાવમાં હક્કાનીઓને લાવવાનો છે. ISIને હક્કાની નેટવર્કનું સંરક્ષક માનવામાં આવે છે. જે અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્ર તરફથી ઘોષિત આતંકવાદી સંગઠન છે. હક્કાની નેટવર્કના પ્રમુખ સિરાઝુદ્દીન હક્કાનીને વચગાળાનો આંતરિક મંત્રી બનાવવામાં આવ્યો છે.

    ગુજરાતના લેટેસ્ટ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. અમારા ફેસબુક પેજની મુલાકાત લો. લેટેસ્ટ વીડિયો અને બ્રેકિંગ  ન્યૂઝ માટે  અમારા ટ્વિટર હેન્ડલની મુલાકાત લો. યુટ્યુબ પર લાઇવ ટીવી જોવા માટે અહીં ક્લિક કરો.
    Published by:Vinod Zankhaliya
    First published: