Home /News /national-international /Mohammad Prophet Controversy Case: MLA ટી રાજા સિંહની ફરી ધરપકડ, 2 દિવસ પહેલાં જ જામીન પર છૂટ્યા હતા

Mohammad Prophet Controversy Case: MLA ટી રાજા સિંહની ફરી ધરપકડ, 2 દિવસ પહેલાં જ જામીન પર છૂટ્યા હતા

MLA ટી રાજા સિંહની બીજી વાર ધરપકડ કરવામાં આવી - ફાઇલ તસવીર

Mohammad Profet Controversy Case: તેલંગાણા પોલીસે MLA ટી રાજા સિંહની પયગંબર મોહમ્મદના વિરોધમાં કથિત ટીપ્પણી કરવાના આરોપસર તેમના હૈદરાબાદ સ્થિત ઘરમાંથી ધરપકડ કરી છે. ધારાસભ્યના કથિત નિવેદનને લઈને 23 ઓગસ્ટે મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શનો થયા હતા.

વધુ જુઓ ...
    હૈદરાબાદઃ તેલંગાણા પોલીસે MLA ટી રાજા સિંહની પયગંબર મોહમ્મદના વિરોધમાં કથિત ટીપ્પણીના આરોપસર હૈદરબાદ સ્થિત તેમના ઘરેથી ધરપકડ કરી છે. ધારાસભ્યની કથિત ટીપ્પણી માટે 23 ઓગસ્ટે મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. વિવાદિત ટીપ્પણી મામલે પહેલા પણ ધારાસભ્યની ધરપકડ કરવામાં આવી હતી અને પછી થોડા સમય પછી કોર્ટે તેમને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. ટી રાજા સિંહના જામીનથી અકળાયેલા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ત્યારે પ્રદર્શનકારીઓએ આગચંપી કરી હતી અને પોલીસ વાહનોના કાચ પણ તોડ્યા હતા.

    આ પણ વાંચોઃ ટી રાજાને પયંગમ્બર મોહમ્મદ પર ટિપ્પણી કરવી ભારે પડી

    MLA સામે કડક કાર્યવાહીની માગ


    હૈદરાબાદના ચાર મીનાર પર તહેનાત પોલીસદળની ગાડીઓ પર હુમલો કરી કાચ તોડવામાં આવ્યા હતા. તણાવપૂર્ણ હાલતને ધ્યારે રાખી દરેક જગ્યાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પ્રમુખ મુસ્લિમ સંગઠનોએ મંગળવારે તેલંગાણાના બરતરફ MLA ટી રાજા સિંહની વિવાદાસ્પદ ટીપ્પણીને લઈને કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. આ સાથે જ ધાર્મિક હસ્તીઓના પવિત્રતાની રક્ષા માટે એક કાયદો લાવવાની પણ માગ કરી છે. જમીયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના મહમૂદ મદનીએ રાજાની ટીપ્પણીને બહુ શરમજનક અને ચોંકવનારો ગણાવ્યો હતો.

    આ પણ વાંચોઃ Statement Of Harsh Sanghvi : પાટીદાર દીકરીઓ મુદ્દે ગૃહમંત્રીનું નિવેદન

    પ્રદર્શનમાં ‘માથું ધડથી અલગ’ કરવાના નારા લાગ્યા હતા


    હૈદરબાદના કેટલાક વિસ્તારોમાં બીજેપી નેતા રાજા સિંહના વિરોધમાં પ્રદર્શન ચાલુ છે. આ પ્રદર્શનમાં માથું ધડથી અલગ કરવાના નારા લાગી રહ્યા છે. પયગંબર મોહમ્મદ પર સિંહના નિવેદન બાદ વિરોધ વચ્ચે હૈદરાબાજના શાલિબાંડામાં દુકાનો બંધ છે.

    વિવાદાસ્પદ નિવેદનનો વીડિયો જાહેર કર્યો હતો


    બીજેપી ધારાસભ્યએ સોમવારે સ્ટેન્ડ અપ કોમેડિયન મુનવ્વર ફારુકી અને ધર્મ વિશેષની ટીકા કરતો એક વીડિયો મૂક્યો હતો. વીડિયોમાં ટી રાજા સિંહ કથિત રીતે એક ધર્મના વિરોધમાં કેટલાક નિવેદનો કરતા જોવા મળે છે. બીજેપી નેતાની ધરપકડ કરવાની માગ સાથે સમુદાયના કેટલાક લોકોએ સોમવારે રાતે જૂના શહેરમાં ધરણાં પણ કર્યા હતા.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Prophet Muhammad, Statement, Telangana

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन