Home /News /national-international /ઉત્તરાખંડ બાદ દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા, એક સપ્તાહમાં બીજી વખત ધરતી ધ્રૂજી

ઉત્તરાખંડ બાદ દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા, એક સપ્તાહમાં બીજી વખત ધરતી ધ્રૂજી

નેપાળમાં શનિવારે સાંજે લગભગ 7.57 કલાકે રિક્ટર સ્કેલ પર 5.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. (ANI ફોટો)

Earthquake: આ પહેલા સાંજના સાડા પાંચ વાગ્યાની આસપાસ ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિએક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.4 મપાઇ હતી. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઋષિકેશની પાસે જણાવાઇ રહ્યું છે.

    દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. અઠવાડિયામાં આ બીજી વખત રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. આ પહેલા સાંજના સાડા પાંચ વાગ્યાની આસપાસ ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિએક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.4 મપાઇ હતી. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઋષિકેશની પાસે જણાવાઇ રહ્યું છે.

    ભૂકંપ પર નજર રાખનારી સંસ્થા નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જાણકારી આપતા કહ્યું કે, નેપાળમાં આજે સવારે 7.57 વાગે રિએક્ટર માપવા પર 5.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ એટલો તેજ હતો કે તેનો ઝટકો દિલ્હી એનસીઆર સહિત ઘણા રાજ્યોમાં અનુભવાયો હતો.

    નેપાળમાં આજે સાંજે 7.57 કલાકે રિક્ટર સ્કેલ પર 5.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.


    ત્યાં જ ઇએમએસસીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, નેપાળના ડડેલધુરાથી 69 કિલોમીટર પૂર્વ 9 મિનિટ પહેલા સ્થાનિક સમય 20:12:06 વાગે ભૂકંપ અનુભવાયો હતો.

    આ પણ વાંચો: શું રશિયા સાથે યુદ્ધ સમાપ્ત થશે? યુક્રેનના વિદેશ મંત્રી સાથે જયશંકરે કરી વાત

    આ પહેલા સાંજે સાડા પાંચ વાગે લગભગ ઉતરાખંડમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. રિએક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.4 મપાઇ હતી. આ ભૂકંપનું કેન્દ્ર ઋષિકેશની પાસે બતાવવામાં આવી રહ્યું છે.

    નોંધનિય છે કે, ત્રણ દિવસ પહેલા પણ દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ત્યારે ભૂકંપની તિવ્રતા 6.3 નોંધાઈ હતી. દિલ્હી-એનસીઆરમાં 1 વાગ્યેને 58 મીનિટ પર ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપથી લોકો એકદમ ચોંકી ઉઠ્યા અને ડરીને ઘરની બહાર લોકો ભાગવા લાગ્યા હતા. ભૂકંપના ઝટકાથી નોઈડા અને આસપાસના શહેરોમાં પણ અનુભવાયા હતા. ભૂકંપની તિવ્રતા 6.3 હતી. નેપાળના દોતી જિલ્લામાં સ્થાનિક સમય અનુસાર લગભગ 2.12 કલાકે ભૂકંપ આવ્યો હતો. આ દરમિયાન ઘર પડી જવાથી 6 લોકોના મોત થયા છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ આ વાતની પુષ્ટિ કરી છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Delhi News, Earthquakes, ભૂકંપ

    विज्ञापन
    विज्ञापन